Coronavirus :ક્વૉરન્ટાઇન કરેલી નર્સ માતાને મળવા બાળકીએ જીદ પકડી, ઘટના જાણી CM પણ થયા ભાવુક

બેલગામના આ કિસ્સાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે.

બે અઠવાડિયાથી માતાથી દૂર બાળકીએ માને મળવાની જીદ કરી હતી જેથી ખાનગી હોટલમાં ક્વૉરન્ટાઇન કરાયેલી માતાને મળવા પિતા બાળકીને લઈ આવ્યા હતા.

  • Share this:
    બેલગામ: ભારતમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) હુમલા બાદ સંખ્યાબંધ ડોકટરો અને નર્સો બેઘર અને બેચેન છે. આવી જ એક ઘટના સવારે પ્રકાશમાં આવી છે. આ ઘટના કર્ણાટકના (Karnatak)ના બેલગામની (Belgaum)ની છે. આ કરૂણ ઘટના વાંચીને તમે પણ રડી પડશો.

    તેનું નામ સુનંદા કોરેપુર છે. બેલગામના બલ્ગા ગામની રહેવાસી. તેને એક 3 વર્ષની પુત્રી છે જેનું નામ એશ્વર્યા છે. પરંતુ છેલ્લા 15 દિવસથી સુનંદા ઘરથી દૂર છે અને હોસ્પિટલમાં કોરોના પીડિતોની સેવા કરી રહી છે

    દરમિયાન બે અઠવાડિયાથી માતાને જોયા વગર પિતા સાથે રહેતી એશ્વર્યાએ અચાનક રડવાનું શરૂ કર્યું. જેથી બાળકીના પિતા બાળકીને એક ખાનગી હોટલમાં લઈ ગયા હતા જ્યાં ગઈકાલે માતાને કોરેન્ટેઇન કરવામાં આવી હતી. તેણે 3 ફૂટ દૂર અંતરથી તેની માતાને બતાવી હતી. બાળકી મમ્મી, મમ્મીની પોક મૂકી અને રડવાનું શરૂ કર્યુ હતું અને આ સાથે જ દૂર ઉભેલી સુનંદાનું માતૃ હ્યદય પણ ફાટી ગયું અને તેણે પણ રડવાનું શરૂ કર્યુ હતું.

    આ પણ વાંચો :   Coronavirus : સાવધાન! એક્સપર્ટ્સની મોટી ચેતવણી, મોબાઇલથી ફેલાઈ શકે છે કોરોના

    માતા સુનંદા બેલગામની બીમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવે ચે જ્યા તેન હોસ્પિટલમાં ફરજમાંથી મુક્તિ અપાયા બાદ 14 દિવસ માટે ક્વૉરન્ટાઇન કરાઈ છે. સુનંદા અને દીકરીના આ ત્યાગની ગાથા મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા સુધી પહોંચી હતી અને તેઓ પણ ઘટના જાણીને ભાવુક થયા હતા.



    આ ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ નર્સ અને તેના પતિને જણાવ્યું હતું કે તમે સહેજ પણ ગભરાશો નહીં. તમારા કામની અમે નોંધ લીધી છે અને સરકાર તમારી સાથે છે.
    Published by:Jay Mishra
    First published: