Home /News /national-international /Covid 19 Vaccine: જ્હોન્સન એન્ડ જ્હોન્સનની કોરોના વેક્સિનથી લકવો થવાનો ખતરો! FDAએ આપી ચેતવણી
Covid 19 Vaccine: જ્હોન્સન એન્ડ જ્હોન્સનની કોરોના વેક્સિનથી લકવો થવાનો ખતરો! FDAએ આપી ચેતવણી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
Johnson and Johnson Vaccine: આ પહેલી વખત નથી જેમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિન પર સવાલો ઊભા થયા હોય. આ પહેલા પણ આ વેક્સિનના કારણે લોહી ગંઠાઇ જવાની વાતો પણ સામે આવી ચૂકી છે.
નવી દિલ્હી: અમેરિકામાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન(Johnson & Johnson)ની કોરોના વેક્સિનને લઇને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) એક ચેતવણી જાહેર કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ વેક્સિન (Covid-19 Vaccine)થી ખૂબ દુર્લભ ન્યૂરોલોજીકલ સ્થિતિ ગુલિયન બેરી સિંડ્રોમ (Guillain–Barré syndrome)નો ખતરો વધી શકે છે. FDAની આ ચેતવણી બાદ વેક્સિનને મોટો ફટકો લાગ્યો છે. મહત્ત્વનું છે કે, આ પહેલી વખત નથી જેમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિન પર સવાલો ઊભા થયા હોય. આ પહેલા પણ આ વેક્સિનના કારણે લોહી ગંઠાઇ જવાની વાતો પણ સામે આવી ચૂકી છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં વિશેષજ્ઞોનો હવાલો આપી જણાવવામાં આવ્યું હતું કે, નિયમનકારો અનુસાર આ પ્રકારની સ્થિતિ વિકસિત થાય તેવી સંભાવના ખૂબ ઓછી છે. જ્યારે અમેરિકાની સામાન્ય વસ્તીની સરખામણીએ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિન મેળવનારા લોકોમાં તેની સંભાવના 3થી 5 ગણી વધુ જોવા મળે છે. અધિકારીઓને કંપનીની રસી લેનાર લોકોમાં ગુલિયન બેરી સિંડ્રોમના 100 શંકાસ્પદ કેસો મળ્યા છે.
FDAએ આપેલી જાણકારી અનુસાર તેમાંથી 95 ટકા કેસ ગંભીર માનવામાં આવી રહ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. અમેરિકામાં વેક્સિનના તમામ ડોઝ લેનાર લગભગ 1.28 કરોડ કે 8 ટકા લોકોને જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો ડોઝ અપાયો છે. તેનાથી વિપરિત 14.6 કરોડ લોકોનું રસીકરણ ફાઇઝર કે મોડર્નાની વેક્સિન દ્વારા કરાયું છે.
શું છે ગુલિયન બેરી સિંડ્રોમ(Guillain–Barré syndrome)?
FDAના જણાવ્યા અનુસાર Guillain–Barré syndrome ત્યારે થાય છે, જ્યારે ઇમ્યૂન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન પહોંચાડે છે, જેનાથી સ્નાયુઓમાં નબળાઇ આવે છે અને ક્યારેક લકવો પણ થઇ જાય છે. અમેરિકામાં પ્રતિ 10 લાખમાં લગભગ 10 લોકોને આ સમસ્યા થાય છે. જોકે, ગંભીર લક્ષણોનો સામનો કરી રહેલ મોટાભાગના લોકો આ સમસ્યાથી બહાર આવી જાય છે.
આ પહેલા એપ્રિલમાં એફડીએ(FDA)એ આ વેક્સિનને લઇને ઓછા પ્લેટલેટ્સ અને લોહી ગંઠાવાની સમસ્યા અંગે ચેતવણી જાહેર કરી હતી. આ ચેતવણી રસીકરણમાં 10 દિવસના પ્રતિબંધ બાદ સામે આવી હતી. જે દરમિયાન અધિકારીઓએ મહિલાઓમાં આવા કેસો અંગે તપાસ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર