આંખથી શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના, સાર્સથી 100 ગણો વધારે ચેપી : રિપોર્ટ

News18 Gujarati
Updated: May 9, 2020, 7:45 AM IST
આંખથી શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના, સાર્સથી 100 ગણો વધારે ચેપી : રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં યૂનિવર્સિટી ઑફ હોંગકોંગ તરફથી કરવામાં આવેલા સંશોધનમાં કોરોના અંગે નવી જ જાણકારી સામે આવી છે.

  • Share this:
નવી દિલ્હી : હાલ દુનિયા કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Infection) સામે લડી રહી છે. કોરોના વાયરસ અંગે દરરોજ નવી નવી વાત સામે આવી રહી છે. યૂનિવર્સિટી ઑફ હોંગકોંગ (University of Hongkong) તરફથી કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા સંશોધનમાં એવી વાત સામે આવી છે કે કોરોના વાયરસ માણસની આંખથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. સંશોધનમાં એ વાત સામે આવી છે કે સાર્સ અને બર્ડ-ફ્લૂની સરખામણીમાં કોવિડ (Covid 19) નાક અને આંખથી 100 ગણી વધારે ઝડપથી મનુષ્યના શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે.

ડૉક્ટર માઇકલ ચાન અને તેની ટીમે કોરોના વાયરસ પર કરેલા અભ્યાસમાં એવું માલુમ પડ્યું છે કે કોરોના વાયરસ મનુષ્યની આંખથી તેના શરીરમાં દાખલ થઈ રહ્યો છે.

આંખોની કોશિકાઓની તપાસ

scmpના રિપોર્ટ પ્રમાણે આ શોધના અધ્યક્ષ રહેલા ડૉક્ટર ચાને જણાવ્યું કે, અભ્યાસ દરમિયાન અમે મનુષ્યની શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને આંખોની કોશિકાઓની તપાસ કરી હતી. તપાસમાં માલુમ પડ્યું કે SARS-Cov-2 વાયરસ મનુષ્યની આંખ દ્વારા મનુષ્યને સાર્સ અને બર્ડ ફ્લૂ કરતા પણ વધારે ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે.

આ પણ વાંચો :  કોરોના વાયરસ : 24 કલાકમાં 24 લોકોના મોત, રાજ્યમાં નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા

સામાન્ય લોકોને આપવામાં આવી સલાહઆ સંશોધન બાદ કોવિડ 19થી બચવા માટે લોકોને વારેવારે આંખોને સ્પર્શ ન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ હાથને થોડી થોડી વારે સાબુથી અને પાણીથી ધોવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા સંશોધનમાં એવું સામે આવ્યું હતું કે કોરોના વાયરસ સ્ટીલ, પ્લાસ્ટિક અને જમીન પર સાત દિવસ સુધી પણ જીવિત રહી શકે છે.

લાખો લોકોનાં મોત

કોરોના વાયરસને કારણે અત્યારસુધી દુનિયામાં અઢી લાખથી વધારે મોત થઈ ચુક્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા કોરોના વાયરસનું સૌથી મોટું ગઢ બની ગયું છે. રિપોર્ટ્સ્ પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 77 હજાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે 12 લાખ લોકો કોરોનાના સંક્રમણના ભોગ બન્યા છે. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો કોરોના વાયરસના સંક્રમણના કેસ 50 હજારને પાર થઈ ગયા છે.
First published: May 9, 2020, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading