Home /News /national-international /

CoronaVirusથી બચવા માટે બંગાળ BJP વહેંચી રહી છે 'MODI JI' ના નામ વાળા માસ્ક

CoronaVirusથી બચવા માટે બંગાળ BJP વહેંચી રહી છે 'MODI JI' ના નામ વાળા માસ્ક

CoronaVirusથી બચવા માટે બંગાળ BJP વહેંચી રહી છે 'MODI JI' ના નામ વાળા માસ્ક

દુનિયાભરના લગભગ 70 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોનાવાયરસે હવે ભારતમાં લોકોની ચિંતા વધારી દીધી છે

    નવી દિલ્હી : કોરોનાવાયરસ (CoronaVirus)થી બચવા માટે પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજધાની કોલકાતામાં (Kolkata)માં બીજેપી (BJP) નેતા અને કાર્યકર્તા પીએમ નરેન્દ્ર મોદી(PM Modi)ના નામ વાળા માસ્ક લોકોને વહેચી રહ્યા છે. પ્રદેશ બીજેપીના ઓફિસની બહાર કોરોનાવાયરસ (COVID-19 )ના આ માસ્ક લોકોમાં વહેંચવામાં આવી રહ્યા છે. માસ્ક વહેંચનાર લોકોને માસ્ક પહેરાવી પણ રહ્યા છે. આ માસ્ક પર save from કોરોનાવાયરસ ઇન્ફેકશનની સાથે 'MODI JI' પણ લખેલું છે અને કમળનું ફુલ પણ છે. જોકે માસ્કની ગુણવત્તા સ્વીકૃત માપદંડોની અનુકુળ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

    બીજેપી નેતા પ્રતાપ બેનરજીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેની રક્ષા માટે અમે આ માસ્ક લોકોમાં વહેંચી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ જે પ્રેરણા આપી છે તેના આધારે માસ્ક વહેંચવામાં આવી રહ્યા છે.

    આ માસ્ક પર save from કોરોનાવાયરસ ઇન્ફેકશનની સાથે 'MODI JI' પણ લખેલું છે અને કમળનું ફુલ પણ છે


    આ પણ વાંચો - Coronavirusના કારણે આ વખતે PM મોદી હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય

    દુનિયાભરના લગભગ 70 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાયરસે હવે ભારત (India)માં લોકોની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને (Harsh Vardhan)જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 28 કેસ સામે આવ્યા છે. તેમાંથી કેરળ (Kerala)માં શરૂઆતમાં મળેલા ત્રણ લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે. કોરોનાવાયરસના પીડિત લોકોની જાણકારી આપતાં તેઓએ કહ્યું કે, 17 લોકોનું ઈટાલિયન ગ્રુપ છે. આ ગ્રુપમાં 1 ભારતીય છે, જે ડ્રાઇવર છે. બાકી આગ્રા (Agra) અને બીજા સ્થળના લોકો છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને તેની સાથે જ કહ્યું કે, ભારત આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્લેનના મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, COVID-19, West bengal, પીએમ મોદી, ભાજપ, ભારત

    આગામી સમાચાર