Fact Check: શું ટોઇલેટ ફ્લશથી વધે છે કોરોના વાયરસનો ખતરો? જાણો પૂરી સચ્ચાઇ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ પર WHO સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો સતત કામ કરી રહ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી : કોરોના સંક્રમણના (Corona Cases In India)ડરાવનારા આંકડાથી બધા પરેશાન છે. કોવિડ-19ની બીજી લહેર વૃદ્ધો સાથે નાના બાળકોને પણ પોતાની ચપેટમાં લેવાનું શરુ કર્યું છે. કોરોના વાયરસ (Coronavirus)સામે જંગ યથાવત્ છે અને તેના પર રિસર્ચ પણ સતત થઇ રહ્યા છે. એક નવા રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરવાથી અને તેને ફ્લશ કરવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. જેથી તેનો ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે.

    કોરોના વાયરસ પર WHO સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો સતત કામ કરી રહ્યા છે. હવે તો વાયરસ હવામાં ફેલાવવાની પણ પૃષ્ટિ થઇ છે. જેથી લોકો પહેલા કરતા વધારે સતર્ક થઈ ગયા છે. જોકે હવે પબ્લિક ટોઇલેટ ઉપયોગ કરનાર ઉપર પણ ખતરાની તલવાર લટકી રહી છે. ટોયલેટને ફ્લશ કરવા પર પાણીના જે નાના નાના ટીપા ઉડે છે તેમાં વાયરસ હોઇ શકે છે. તેનાથી સ્વસ્થ વ્યક્તિ પણ જાનલેવા કોરોના વાયરસની ચપેટમાં આવી શકે છે.

    આ પણ વાંચો - PM મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ચેતવ્યા, આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આપણે રહેવું પડશે તૈયાર

    એક સ્ટડી પ્રમાણે ટોયલેટ ફ્લશ કરવા પર હવાના કણ ઉત્પન થાય છે, જે ઘણા કલાકો સુધી હવામાં રહી શકે છે. આ સુક્ષ્મ કણ પછી ટોઇલેટનો ઉપયોગ કરનાર લોકોના નાકથી થઇને શ્વસન તંત્રમાં પહોંચી જાય છે. અહીં વાયરસ પોતાનું કામ શરુ કરે છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં આ સ્ટડીનો વિસ્તારથી ઉલ્લેખ થયો છે. આ સ્ટડી વિજ્ઞાન પત્રિકા ફિઝિક્સ ઓફ ફ્લુઇડ્સમાં પ્રકાશિત થઇ છે.

    ફ્લોરિડા યુનિવર્સિટીમાં થયેલી આ સ્ટડીને સપોર્ટ કરવા માટે તે રિસર્સનો સહારો લેવામાં આવ્યો છે. જેમાં ટોઇલેટ ફ્લશ કરવા પર ઉત્પન થતા ડ્રોપલેટ્સના કારણે ઘણા પ્રકારની પેટની બીમારીઓ થવાની પાક્કી સાબિતી મળી ચૂકી છે. આવામાં કોઇ હેરાની નથી કે આગળ ચાલીને એ વાત પાક્કી થઇ જાય કે ટોઇલેટ ફ્લશ કરવા પર કોરોના સંક્રમણ ફેલાય છે. જોકે હજુ તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને તે માટે સાબિતી ભેગી કરવામાં આવી રહી છે.
    Published by:Ashish Goyal
    First published: