એપ્રિલના બીજા સપ્તાહમાં ચરમ પર હશે કોરોનાની બીજી લહેર : SBI રિપોર્ટ

એપ્રિલના બીજા સપ્તાહમાં ચરમ પર હશે કોરોનાની બીજી લહેર :SBI રિપોર્ટ

ફેબ્રુઆરી મહિનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : ફેબ્રુઆરી મહિનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે દેશ વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ વાત સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના રિપોર્ટમાં કહી છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની બીજી લહેર 100 દિવસો સુધી યથાવત્ રહી શકે છે. બેંક 15 ફેબ્રુઆરી પછી સંક્રમણના કેસ ગણી રહ્યું છે. પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 23 માર્ચ સુધીના ટ્રેન્ડ્સના આધારે કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણના કેસ 25 લાખ સુધી થઇ શકે છે.

  રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીની શરુઆતથી દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. 23 માર્ચ સુધીના વલણ જોવો તો દેશમાં કોરોનાની બીજી લહેરના કુલ કેસ 25 લાખ થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજી લહેરની ચરમ એપ્રિલના બીજા સપ્તાહમાં જોવા મળી શકે છે. એનડીટીવીના મતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનીય સ્તર પર લોકડાઉનનો કોઇ ખાસ પ્રભાવ જોવા મળ્યો નથી. કોરોના વાયરસ સંક્રમણ સામે મોટા પ્રમાણમાં ટિકાકરણ જ લડાઇમાં એકમાત્ર આશા જોવા મળી રહી છે. રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં આ જોવા મળી રહ્યું છે.

  આ પણ વાંચો - Video : કીડીઓ કરી રહી હતી સોનાની ચેઇનની ચોરી, લોકોએ પૂછ્યું- કઇ કલમમાં થશે ધરપકડ?

  પોતાના રિપોર્ટમાં એસબીઆઈએ આગળ કહ્યું કે ગત સપ્તાહે હાઇ ફીક્વન્સી ઇંડિકેટર્સના આધારે બિઝનેસ એક્ટિવિટી ઇંડેક્સ ઘટ્યો છે. ઘણા રાજ્યો દ્વારા સંક્રમણ રોકવા માટે લોકડાઉન અને પ્રતિબંધ લગાવવાની અસર આગામી મહિનાથી દેખાવવાની શરૂ થઇ જશે. રિપોર્ટમાં કહેવાયું છે કે ટિકાકરણની ઝડપ વધારવી આ મહામારી સામે જંગમાં એકમાત્ર વિકલ્પ છે. બેંકે કહ્યું કે પ્રતિ દિવસ 40થી 45 લાખ લોકોના ટિકાકરણના વર્તમાન દરથી 45 વર્ષના ઉપરના લોકોની વસ્તીનું સંપૂર્ણ ટિકાકરણ ચાર મહિનામાં ખતમ થશે.
  Published by:Ashish Goyal
  First published: