કોરોના વાયરસ : ભારતમાં દર્દીઓની સંખ્યા 18 લાખને પાર, એક દિવસમાં 53 હજાર નવા કેસ

કોરોના વાયરસ : ભારતમાં દર્દીઓની સંખ્યા 18 લાખને પાર, એક દિવસમાં 53 હજાર નવા કેસ
પ્રતિકાત્મક તસવીર

સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)ના આંકડા પ્રમાણે દેશમાં કોવિડ 19 (COVID-19)ના 5,79,357 સક્રિય કેસ છે. કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે અત્યાર સુધી દેશમાં 38,135 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો ચેપ ફેલાવાની ઝડપ વધી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 18 લાખને પાર કરી ગઈ છે. નિષ્ણાતાઓ જે ઝડપનો અંદાજ લગાવ્યો હતો તેનાથી પણ વધારે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 53 હજાર નવા કેસ (Coronavirus New Cases) નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દી (Corona Patients)ઓની સંખ્યા 18,03,695 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 52 હજાર, 972 દર્દીનો વધારો થયો છે. જ્યારે 771 લોકોનાં મોત થયા છે. આ પહેલા શનિવારે 54,735 કેસ સામે આવ્યા હતા અને 853 લોકોનાં મોત થયા હતા.

  સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના હવે 5,79,357 એક્ટિવ કેસ છે. કોરોના મહામારીથી અત્યાર સુધી 38,135 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 11 લાખ 86 હજાર 203 લોકો સાજા થયા છે, એક વ્યક્તિ વિદેશ ફરત ફર્યો છે. કોરોના દર્દીઓની રિકવરી રેટ 65.44 ટકા છે. મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 9,500 કેસ સામે આવ્યા છે. આ સાથે જ અહીં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 4,41,228 થઈ ગઈ છે.

  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,101 પોઝિટિવ કેસ

  ગુજરાતમાં રવિવારે 1,101 પોઝિટિવ કેસ સામે નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 63,675એ પહોંચી છે. જ્યારે 24 કલાકમાં 22 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુ આંક 2487 થયો છે. બીજી તરફ 805 લોકો કોરોના મુક્ત થઈને પોતાના પરિવારજનો પાસે પરત પહોંચ્યા છે. આમ કુલ 46,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત આજે 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ 8,14,335 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14601 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14,520 દર્દીની હાલત સ્થિર છે.

  અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 26,818 કેસ અને 1603 લોકોના મોત થયા છે. સુરતમાં 13,568 કેસ અને 436 લોકોના મોત, વડોદરામાં 4843 કેસ અને 85ના મોત, ગાંધીનગરમાં 1541 કેસ અને 45ના મોત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:August 03, 2020, 10:17 am