Covid-19: ભારતમાં પોઝિટિવ કેસ પાંચ લાખને પાર, પહેલી જુલાઈના રોજ થશે 6 લાખ, 7 પહેલા 7 લાખ....

News18 Gujarati
Updated: June 27, 2020, 7:47 AM IST
Covid-19: ભારતમાં પોઝિટિવ કેસ પાંચ લાખને પાર, પહેલી જુલાઈના રોજ થશે 6 લાખ, 7 પહેલા 7 લાખ....
ફાઇલ તસવીર

ભારત (India)માં કોરોના વાયરસ (Coronavirus Cases)ના 5.09 લાખ કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં કોરોનાને કારણે મૃતકોની સંખ્યા 15,600 થઈ છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ની ઝડપ સતત વધી રહી છે. દેશમાં શુક્રવારે કોવિડ 19 (Covid 19 Cases)ના કુલ કેસ પાંચ લાખથી વધારે થઈ ગયા હતા. દેશમાં 15,600થી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ વાયરસે ભારત જ નહીં પરંતુ આખી દુનિયાની ઊંઘ હરામ કરી નાખી છે. અમેરિકા (America), બ્રાઝિલ, મેક્સિકો (Mexico) સહિત અનેક દેશમાં કોરોના વાયરસ બેકાબૂ બની ગયો છે. અમેરિકામાં સવા લાખ લોકોનાં મોત થઈ ચુક્યા છે. બ્રાઝીલ (Brazil)માં 50 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે. બ્રિટનમાં આશરે 43 હજાર લોકો કોરોનાને કારણે મોતને ભેટી ચુક્યા છે.

વર્લ્ડોમીટર પ્રમાણે ભારતમાં શુક્રવારે કોવિડ 19ના આશરે 18 હજાર નવા કેસ સામે આવ્યા હતા. એક સત્ય એ પણ છે કે દેશમાં દર 5-6 દિવસથી દરરોજ આવતા કેસ આશરે 1000 જટેલા વધી ગયા છે. જો આવું જ ચાલ્યા રાખશે તો ભારતમાં એક જુલાઈના રોજ મોડી રાત સુધી અથવા બીજી જુલાઇ સુધી કોરોનાના છ લાખ કેસ થઈ શકે છે. છ જુલાઇના રોજ દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સાત લાખ સુધી પહોંચી શકે છે. આ કોઈ ભવિષ્યવાણી નથી પરંતુ છેલ્લાં આંકડા પરથી લગાવવામાં આવેલો અંદાજ છે.

આજે એક કરોડ કેસ થશે

ન્યૂઝ18 એ કોવિડ 19નાં આંકડા અને ટ્રેન્ડ્સના આધારે 23 જૂનના રોજ સમાચાર આપ્યા હતા કે 27 જૂનના રોજ દુનિયામાં આ વાયરસના એક કરોડ કેસ થઈ જશે. આજ એટલે કે 27ની સવાર સુધી દુનિયામાં 98.50 લાખથી વધારે કોરોના કેસ સામે આવી ચુક્યા છે. રાત્રે બાર વાગ્યા સુધી આ આંકડો એક કરોડને પાર કરી જશે. સ્પષ્ટ છે કે ન્યૂઝ 18ના આ સમાચાર 100 ટકા સાચા સાબિત થયા છે.

આ પણ વાંચો :  રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા

દુનિયા પાંચ લાખ મોતનો આંકડો પાર કરશે 

દુનિયા આજે એટલે કે શનિવારે (27 જૂન) કોરોનાને કારણે મોતનો આંકડો પાંચ લાખને પાર કરશે. દુનિયામાં અમેરિકામાં સૌથી વધારે મોત થયા છે. સુપરપાવર કહેવાતા આ દેશમાાં અત્યાર સુધી 1.27 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં આશરે 16 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. એશિયામાં સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

વીડિયોમાં જુઓ : કોરોનાનું સરવૈયું

પાકિસ્તાનમાં કાલે બે લાખ કેસ થશે

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો અહીં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપે વધી રહ્યું છે. પાકિસ્તાનમાં રવિવારે કોવિડ 19ના કુલ બે લાખથી વધારે કેસ થઈ જશે. અહીં આશરે ચાર હજાર લોકોનાં મોત થયા છે. જ્યારે બાંગ્લાદેશમાં 1.30 લાખ કેસ છે.
First published: June 27, 2020, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading