નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 14,256 કેસ નોંધાયા છે, તેની સામે 17,130 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કોરોના વાયરસના કુલ 18,85,662 સક્રિય કેસ (India coronavirus active cases) નોંધાયેલા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,06,39,634 થઈ છે, તેની સામે દેશમાં અત્યારસુધી કુલ 1,03,00,838 લોકો સાજા (Recover) થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 152 લોકોએ જીવ ગુમાવ્યો (Death) છે. આ સાથે દેશમાં કુલમૃત્યાંક 1,53,184 થયો છે. દેશમાં હાલ મોતનો દર 1.4 ટકા અને સાજા થવાનો દર 96.8 ટકા છે.
આજની હાઇલાઇટ્સ:
>> દેશમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 3 હજારનો ઘટાડો નોંધાયો.
>> ફક્ત કેરળ (+626) અને લક્ષદ્વીપ (+2)માં કોરોના કેસોમાં વધારો નોંધાયો.
>> કેરળમાં 6.8 હજાર, મહારાષ્ટ્રમાં 2.8 હજાર અને તામિલનાડુમાં 574 નવા કેસ નોંધાયા.
>> મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 50નાં મોત, કેરળમાં 19 લોકોનાં મોત.
>> ફક્ત બે જ રાજ્યમાં 10થી વધારે મોત નોંધાયા.
>>15 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક પણ મોત નહીં.
>> લક્ષદ્વીપમાં કોરોના વાયરસના કુલ કેસ 50 થયા.
આ પણ વાંચો: ભારતે રસી મોકલ્યા બાદ બ્રાઝીલે ભારતની સરખામણી સંજીવની લઈ જતા હનુમાન સાથે કરી
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો
રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 451 કેસ નોંધાયા છે. જેની સામે 700 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,374 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.28 ટકા છે. શુક્રવારે રાજયમાં આજે 11,352 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 47,203 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
આ પણ વાંચો: આ બિઝનેસ શરૂ કરીને તમે નાના રોકાણ સાથે મહિને કરી શકો છો 1 લાખ રૂપિયા સુધીની કમાણી...
આ પણ જુઓ-
આરોગ્ય વિભાગે શુક્રવારે આપેલી વિગત પ્રમાણે રાજ્યમાં અમદાવાદમાં 91, સુરતમાં 96, વડોદરામાં 92, રાજકોટમાં 51, કચ્છમાં 15, ગાંધીનગરમાં 12, ભરુચમાં 11, પંચમહાલમાં 8, દાહોદ, સાબરકાંઠામાં 7-7, ગીર સોમનાથ, ખેડા અને મોરબીમાં 6-6 કેસ સહિત કુલ 451 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 2 દર્દીનાં મોત થયા છે. એક મોત અમદાવાદ અને એક મોત ડાંગમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 181, સુરતમાં 124, વડોદરામાં 188, રાજકોટમાં 88, દાહોદમાં 16, ગાંધીનગરમાં 14, જૂનાગઢમાં 13, જામનગરમાં 8 સહિત 700 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.