Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,021 લોકોનાં મોત, 76 હજારથી વધારે નવા કેસ નોંધાયા

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,021 લોકોનાં મોત, 76 હજારથી વધારે નવા કેસ નોંધાયા
ફાઇલ તસવીર

દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 34.63 લાખ પર પહોંચી, કોરોનાને કારણે અત્યાર સુધી દેશમાં 62,550 લોકોનાં મોત થયા.

  • Share this:
    નવી દિલ્હી : સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 76,472 કેસ  (Coronavirus Updates India)સામે આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા 34,63,972 પર પહોંચી છે. દેશમાં 24 કલાક દરમિયાન 65,050 લોકોએ કોરોનાને મ્હાત (Recover) આપી છે. આ સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાથી 26,48,998 લોકો સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર  (Recovery Rate) 76.5 ટકા થયો છે.

    હાલ દેશમાં 7,52,424 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાને કારણે 1,021 દર્દીનાં મોત થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ મોતની સંખ્યા 62,550 પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9,28,761 સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જે આગલા દિવસની સરખામણીમાં 27,423 વધારે હતા. દેશમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાં 100થી વધારે મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે 331 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન 23,775 નવા કેસ નોંધાયા છે.





    ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા 1,272 કેસ નોંધાયા

    શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના 1,272 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,050 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2,978 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 270 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 92,601 છે. જેમાંથી એક્ટિવ કેસ 15,072 છે. શુક્રવારે રાજ્યમાં કુલ 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 270, અમદાવાદમાં 168, વડોદરામાં 132, રાજકોટમાં 111, જામનગરમાં 92, ભાવનગરમાં 65, ગાંધીનગરમાં 38, પંચમહાલ 30, અમરેલીમાં 28, મોરબીમાં 26, જૂનાગઢમાં 25, ગીર સોમનાથમાં 24, બનાસકાંઠામાં 23, કચ્છમાં 22, ભરૂચમાં 21, મહેસાણામાં 19, વલસાડ 18, આણંદ, પાટણમાં 16-16, દેવભૂમિ દ્વારકા, દાહોદમાં 15-15, નવસારીમાં 14, ખેડામાં 13, નર્મદામાં 12, જામનગરમાં 11, છોટા ઉદેપુર, મહીસાગરમાં 9-9, સુરેન્દ્રનગરમાં 8, બોટાદમાં 7, અરવલ્લી, સાબરકાંઠા, તાપીમાં 6-6, પોરબંદરમાં 5 અને ડાંગમાં 2 કેસ નોંધાયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:August 29, 2020, 09:56 am

    टॉप स्टोरीज