ઓગસ્ટના પ્રથમ દિવસે જ કોરોનાના નવા કેસમાં જંગી ઉછાળો, 57,118 નવા કેસ અને 764 મોત નોંધાયા

News18 Gujarati
Updated: August 1, 2020, 10:04 AM IST
ઓગસ્ટના પ્રથમ દિવસે જ કોરોનાના નવા કેસમાં જંગી ઉછાળો, 57,118 નવા કેસ અને 764 મોત નોંધાયા
તસવીર : REUTERS/Hemanshi Kamani

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5, 65,103 થઈ, જ્યારે કુલ કેસની સંખ્યા 16,95,988 પર પહોંચી છે.

  • Share this:
નવી દિલ્હી :  સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી શનિવારે કોરોના (Corona Updates India)નાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે જ કોરોનાના નવા (Corona Positive Cases) કેસમાં જંગી ઉઠાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 57,118 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દેશમાં 764 લોકો (Death)નાં મોત થયા છે.  તામિલનાડુમાં હવે બાંગ્લાદેશ કરતા વધારે કોરોનાના કેસ છે. જ્યારે શુક્રવારે 5.25 લાખ ટેસ્ટ થયા હતા, જે ગુરુવારે થયેલા ટેસ્ટની સરખામણીમાં 1.16 લાખ ઓછા છે. ભારતમાં અત્યાર સુધી 1.94 કરોડ ટેસ્ટ થઈ ચુક્યા છે.

આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 5, 65,103 થઈ છે. જ્યારે કુલ કેસની સંખ્યા 16,95,988 પર પહોંચી છે. આ સાથે જ દેશમાં કોરોનાથી 10,94,374 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,569 લોકો સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર 64.5 ટકા છે. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મોતની કુલ સંખ્યા 36,511 પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

નીચે જુઓ કોરોનાની રાજ્યવાર સ્થિતિરાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાક (શુક્રવારે સાંજ સુધી)માં ગુજરાતમાં કોરોના વાયરસના 1,153 નવા કેસ નોંધાયા છે. જેની સામે 833 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 23 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 284 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 61,438 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,090 છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 284, અમદાવાદમાં 176, વડોદરામાં 94, રાજકોટમાં 79, ભાવનગરમાં 47, જામનગરમાં 42, ગાંધીનગર,મહેસાણામાં 40, સુરેન્દ્રનગરમાં 36, મોરબીમાં 29, અમરેલી,વલસાડમાં 26-26, ભરૂચ, પંચમહાલમાં 21-21, જૂનાગઢ, કચ્છમાં 20-20, ગીર સોમનાથ,નવસારીમાં 16-16, બનાસકાંઠા. દાહોદ, ખેડામાં 14-14, પાટણમાં 13, મહીસાગરમાં 12, આણંદ, સાબરકાંઠામાં 11-11, જામનગર, પોરબંદર, નર્મદામાં 9-9, બોટાદમાં 4, અરવલ્લી, તાપીમાં 2-2 સહિત કુલ 1153 નવા કેસ નોંધાયા છે.
Published by: Vinod Zankhaliya
First published: August 1, 2020, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading