કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં 108 લોકોનાં મોત, અત્યારસુધી 1,94,97,704 લોકોએ રસી લીધી

કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં 108 લોકોનાં મોત, અત્યારસુધી 1,94,97,704 લોકોએ રસી લીધી
તસવીર: Shutterstock

Coronavirus update: દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,11,92,088 થઈ, તેની સામે 1,08,54,128 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી કુલ 1,57,656 મોત થયા છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં હાલ કોરોના (Coronavirus) સામે જંગ જીતવા માટે મોટાપાયે રસીકરણ (Covid 19 Vaccination) ચાલી રહ્યું છે. સરકારે તરફથી આજે એટલે કે શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે અત્યારસુધી દેશમાં 1,94,97,704 લોકોએ કોરોનાની રસી લીધી છે. કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,327 નવા કેસ નોંધાયા છે. તેની સામે 14,234 લોકો સાજા (Discharge) થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 108 લોકોનાં મોત કોરોનાથી થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Heath ministry) આ માહિતી આપી હતી.

  આ સાથે જ દેશમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1,11,92,088 થઈ છે. તેની સામે 1,08,54,128 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી કુલ 1,57,656 મોત થયા છે. હાલ દેશમાં કોરોનાના 1,80,304 સક્રિય કેસ છે.  આ પણ વાંચો: તંત્ર અને એન્જીનિયરોની કમાલ: બનાવી દીધું બે સીટવાળું ટૉઇલેટ, BDO બોલ્યા- આનાથી બાળકોનો ડર ખતમ થશે!

  ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા 515 કેસ નોંધાયા

  રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 515 કેસ નોંધાયા છે. જેની સામે 405 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યાંક 4,413 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.33 ટકા છે. અત્યાર સુધીમાં 12,37,493 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 2,90,011 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આ પણ વાંચો: દિલ્હીમાં ચાલુ બસમાં મહિલા કોન્સ્ટેબલની છેડતી, માર્શલે કે ડ્રાઇવરે પણ ન કરી મદદ

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 115, સુરતમાં 110, વડોદરામાં 103, રાજકોટમાં 56, ગાંધીનગર, જૂનાગઢમાં 12-12, કચ્છમાં 11, આણંદ-ખેડામાં 9-9 સહિત કુલ 515 કેસ નોંધાયા છે. આજે ભાવનગર, બોટાદ, પાટણ, વલસાડ અને તાપી એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે.

  આ પણ વાંચો: લગ્નની સિઝન પહેલા સોનું કેમ થઈ રહ્યું છે સસ્તું? નિષ્ણાતોના મતે ભાવમાં કેટલો ઘટાડો શક્ય

  કોવિડ-19 રસીકરણ સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટશે

  તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ની ફરિયાદ પર ચૂંટણી પંચે (Election Commission) સ્વાસ્થ્ય મંત્રાલયને કોવિડ-19 રસીકરણ (Covid-19 Vaccination) પ્રમાણપત્રમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની તસવીર હટાવવાનો આદેશ કર્યો છે. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર પર મોદીની તસવીરની હાજરી એ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. આના પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ કર્યો છે કે ચૂંટણીના નિયમોનું અક્ષરશ: પાલન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે હાલ પશ્ચિમ બંગાળ, આસામ, તાલિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં આદર્શ આચાર સંહિતા લાગૂ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 06, 2021, 10:53 am

  ટૉપ ન્યૂઝ