કોરોના અપડેટ: રસીકરણ પહેલા જ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 15 હજાર નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર અને કેરળના બાદ કરતા એક પણ રાજ્યમાં 24 કલાકમાં એક હજાર કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા નથી.

મહારાષ્ટ્ર અને કેરળના બાદ કરતા એક પણ રાજ્યમાં 24 કલાકમાં એક હજાર કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા નથી.

  • Share this:
    નવી દિલ્હી: આજથી (16 જાન્યુઆરી) દેશમાં કોરોના વેક્સીન (Corona vaccination)ના અભિયાનની શરૂઆત થઈ રહી છે. એ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 15,158 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,05,42,841 પહોંચી છે. હાલ દેશમાં 2,11,033 સક્રિય કેસ છે.

    દેશમાં અત્યારસુધી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સાજા થયેલા લોકોની સંખ્યા 1,01,79,712 થઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,977 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 96.6 ટકા થયો છે. છેલ્લા કલાકમાં દેશમાં કોરોનાથી 175 લોકોનાં મોત થાય છે. આ સાથે જ દેશમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની કુલ સખ્યા 1,52,093 પર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી મૃત્યુદર 1.4 ટકા છે.

    આ પણ વાંચો: Corona Vaccine: રસીકરણ બાદ 23 લોકોનાં મોત, નૉર્વેએ આખી દુનિયાને આપી ચેતવણી

    કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતા યથાવત:

    છેલ્લા 24 કલાકમાં કેરળમાં 5,624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,145 કેસ નોંધાયા છે. અહીં કોરોનાથી 45 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી 50 હજારથી વધારે લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર અને કેરળના બાદ કરતા એક પણ રાજ્યમાં 24 કલાકમાં એક હજાર કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા નથી.



    ગુજરાતમાં કોરોના વાયરસના 535 નવા કેસ:

    રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 535 કેસ નોંધાયા છે. જેની સામે 738 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,360 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. ગુજરાત સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 109, સુરતમાં 94, વડોદરામાં 101, રાજકોટમાં 78, જૂનાગઢમાં 19, ગાંધીનગરમાં 15, દાહોદમાં 12, કચ્છ, જામનગરમાં 11, મોરબીમાં 10-10, ખેડામાં 9, આણંદ, ગીર સોમનાથમાં 6-6 સહિત કુલ 535 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો: દિલ્હીનો બનાવ: 13 વર્ષના છોકરાનું બળજબરીથી લિંગ પરિવર્તન કરાવ્યું, છ લોકોએ મહિનાઓ સુધી કર્યું શારીરિક શોષણ

    24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 185, સુરતમાં 144, વડોદરામાં 64, રાજકોટમાં 91, કચ્છમાં 47, આણંદમાં 26, નર્મદામાં 20, જામનગરમાં 16, સાબરકાંઠામાં 15 સહિત 738 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: