કોરોના અપટેડ: દેશમાં 24 કલાકમાં કોરોનાના 41,322 નવા કેસ નોંધાયા, એટલા જ સાજા થયા

કોરોના અપટેડ: દેશમાં 24 કલાકમાં કોરોનાના 41,322 નવા કેસ નોંધાયા, એટલા જ સાજા થયા
તસવીર સૌજન્ય: @Mukeshias

India Coronavirus Updates: કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 1,36,200 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: દિવાળીના તહેવારો (Diwali Festival) બાદ દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. શનિવારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરના વાયરસ (Coronavirus)ના નવા 41,322 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલા જ એટલે કે 41,452 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 485 લોકોએ જીવ ગુમાવ્યો છે.

  વિગતે વાત કરીએ તો દેશમાં 41 હજાર નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 93,51,109 થઈ છે. જ્યારે દેશમાં હાલ કુલ સક્રિય કેસ 4,54,940 થયા છે. સાજા થયેલા લોકોની વાત કરીએ તો અત્યાર સુધી 87,59,969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં સાજા થવાનો દર 93.7 ટકાએ પહોંચ્યો છે.

  કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં કોરોનાને પગલે 1,36,200 લોકોએ જીવ ગુમાવ્યો છે. ટેસ્ટની વાત કરીએ છે નવેમ્બર 27ના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ 11,57,605 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યારસુધી દેશમાં કોરોનાના 13,82,20,354 સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે.

  ગુજરાતમાં શુક્રવારે નોંધાયા રેકોર્ડબ્રેક કેસ:

  રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)1,607 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,388 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 16 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,938 થયો છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કુલ કેસ 20,51,16 નોંધાયા છે. જેમાંથી હાસ એક્ટિવ કેસ 14,732 છે.

  આ પણ વાંચો: કોરોનાથી થયેલા મોતમાં પણ નોંધાય છે માંદગીનું કારણ, અમદાવાદના સ્મશાનગૃહમાંથી Exclusive રિપોર્ટ 

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44, ગાંધીનગર શહેરમાં 35, ગાંધીનગર જિલ્લામાં 31, બનાસકાંઠામાં 51, પાટણમાં 49, જામનગર, મહેસાણામાં 43-43, આણંદમાં 37, ખેડામાં 35 સહિત કુલ 1607 કેસ નોંધાયા છે.

  આ પણ જુઓ-

  24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓનાં મોત થયા છે. જેમાં અમદાવાદમાં 11, સુરતમાં 4 જ્યારે ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 337, અમદાવાદ જિલ્લામાં 19, સુરત શહેરમાં 173, સુરત જિલ્લામાં 21, વડોદરા શહેરમાં 257, વડોદરા જિલ્લામાં 38 , રાજકોટ શહેરમાં 81 રાજકોટ જિલ્લામાં 36, બનાસકાંઠામાં 57 સહિત કુલ 1388 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 28, 2020, 10:08 am

  टॉप स्टोरीज