અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 6 હજાર 414 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. (પ્રતીકાત્મક ફોટો- AP)
Coronavirus Update: દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના અત્યાર સુધીમાં 1,892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે અથવા તો વિદેશ જતા રહ્યા છે.
નવી દિલ્હી. ભારત (India)માં કોરોના વાયરસ (coronavirus) સંક્રમણનો ગ્રાફ વધી જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 33,379 નવા દર્દીઓ મળ્યા છે. આ દરમિયાન 124ના મોત થયા છે. નવા આંકડા ઉમેરીએ તો દેશમાં દર્દીઓની સંખ્યા 3 કરોડ 49 લાખ 60 હજાર 261 પર પહોંચી ગઈ છે. તો સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 82 હજાર 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દેશમાં 1 લાખ 71 હજાર 830 સંક્રમિતોની સારવાર ચાલુ છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 6 હજાર 414 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સોમવારે 15થી 18 વયજૂથમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે રાત્રે 8 વાગ્યા સુધી 41 લાખથી વધુ કિશોરોએ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 146.61 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે રાત્રે સવા દસ વાગ્યા સુધી 98 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા.
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 12,160 નવા કેસ નોંધાયા જ્યારે 11 લોકોના મોત થયા. રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે. આરોગ્ય વિભાગે આ જાણકારી આપી. વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું કે નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 67,12,028 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 1,41,553 થઈ ગયો છે. એવું કહેવાય છે કે રાજ્યમાં ઓમિક્રોનના 68 નવા કેસ નોંધાયા છે અને હવે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા 578 થઈ ગઈ છે.
કેરળમાં સોમવારે કોવિડ-19 ના 2,560 નવા કેસ મળ્યા અને 71 દર્દીઓ મૃત્યુ પામ્યા જેથી સંક્રમણના કુલ કેસ વધીને 52,45,849 અને મૃત્યુઆંક 48,184 પર પહોંચી ગયો છે. જે 71 દર્દીઓનું મૃત્યુ થયું છે તેમાંથી 30ના મોત છેલ્લા કેટલાક દિવસોમાં થયું અને 41 મૃત્યુને કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર અપીલ મળ્યા બાદ કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુના કેસમાં ઉમેરવામાં આવ્યા છે.
દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના અત્યાર સુધીમાં 1,892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે અથવા તો વિદેશ જતા રહ્યા છે. મંગળવારે અપડેટ થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 568 કેસ છે, ત્યારબાદ દિલ્હીમાં 382, કેરળમાં 185, રાજસ્થાન 174, ગુજરાતમાં 152 અને તમિલનાડુમાં 121 કેસ નોંધાયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર