Home /News /national-international /અનલૉક 1: કન્ટેનમેન્ટ ઝોનમાં લાગુ રહેશે લૉકડાઉન, બાકી સ્થાનો પર 3 ફેઝમાં છૂટ મળશે

અનલૉક 1: કન્ટેનમેન્ટ ઝોનમાં લાગુ રહેશે લૉકડાઉન, બાકી સ્થાનો પર 3 ફેઝમાં છૂટ મળશે

લૉકડાઉન 5.0ને કેન્દ્ર સરકારે અનલૉક 1 નામ આપ્યું છે, આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી રહેશે

લૉકડાઉન 5.0ને કેન્દ્ર સરકારે અનલૉક 1 નામ આપ્યું છે, આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી રહેશે

    નવી દિલ્હી : કોરોના વાયરસથી નિપટવા માટે દેશમાં ફરી એક વખત લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ને કેન્દ્ર સરકારે અનલૉક 1 નામ આપ્યું છે. અનલૉક 1 માટે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચરણબદ્ધ રીતે છૂટ આપવામાં આવશે. હાલ તેમાં પ્રતિબંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર પૂરી રીતે છૂટ રહેશે. આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી રહેશે.

    અનલૉક 1 માં મળશે આ છૂટછાટ

    - ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે અનલૉક 1 માં એક રાજ્યથી બીજા રાજ્યમાં અવરજવર પર કોઈ પણ જાતના પાસની જરુર નથી.

    - મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-ચર્ચ ખોલવામાં આવશે. અનલૉક 1 માં 8 જૂનથી રેસ્ટોરેન્ટ ખુલશે.

    - નવા દિશા-નિર્દેશો મુજબ, દેશના બધા વિસ્તારોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. જોકે જરુરી સામાન માટે કોઈ પણ પ્રકારનું કર્ફ્યૂ રહેશે નહી. અત્યાર સુધી આ છૂટ સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી હતી.

    - હવે અનલૉક 1 ના બીજા ચરણમાં સ્કૂલ-કોલેજ ખોલવા પર સરકાર નિર્ણય લેશે. રાજ્ય સરકારોને આ નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવી છે.

    આ પણ વાંચો - અધ્યયનમાં મોટો ખુલાસો- ભારતમાં 30 એપ્રિલ સુધી 28% કેસમાં ન હતા કોરોનાના લક્ષણ

    અનલૉક-1ના ત્રણ ફેઝ હશે

    ફેઝ 1 - 8 જૂન પછી આ સ્થાન ખુલશે

    - ધાર્મિક સ્થળ, ઇબાદતના સ્થાન
    - હોટલ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટેલિટી સાથે જોડાયેલી સર્વિસ
    - શોપિંગ મોલ્સ

    સ્વાસ્થ્ય મંત્રાલય આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિસર જાહેર કરશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન યોગ્ય રીતે થઈ શકે.

    ફેઝ - 2

    - રાજ્ય સરકારની સલાહ પછી સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલી શકશે.
    - ફીડબેક મળ્યા પછી આ સંસ્થા ખોલવા પર જુલાઈમાં નિર્ણય કરવામાં આવી શકે છે.

    ફેઝ- 3

    - ઈન્ટરનેશનલ ફ્લાઈટ
    - મેટ્રો રેલ
    - સિનેમા હોલ, જિમ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના જેવી જગ્યાઓ.
    - સોશિયલ, પોલિટિકલ, સ્પોર્ટેસ એન્ટરટેઇનમેન્ટ, એકેડેમિક, કલ્ચરલ ફંક્શન, ધાર્મિક સમારોહ અને બાકી મોટા જશ્ન પર પરિસ્થિતિની સમીક્ષાઓ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
    " isDesktop="true" id="986172" >
    First published:

    विज्ञापन