RSS વડા મોહન ભાગવત કોરોના સંક્રમિત, નાગપુરની ખાનગી હૉસ્પિટલમાં દાખલ

સંઘ પ્રમુખ મોહન ભાગવત (ફઇલ તસવીર)

RSS Chief Mohan Bhagwat News: આરએસએસ વડા મોહન ભાગવાન કોરોના સંક્રમિત થયા છે. તેમના નાગપુરની એક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

  • Share this:
    નાગપુર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) કોરોના સંક્રમિત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સારવાર માટે નાગપુર (Nagpur)ની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા છે. હૉસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે ભાગવતને કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે. તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં તેમની તબિયત સ્થિર છે.

    આરએસએસના એક સૂત્રએ સંઘ વડા કોરોના પોઝિટિવ થયા હોવાની પુષ્ટિ કરી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1.30 લાખ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આજથી વીકેન્ડ લૉકડાઉન પણ શરૂ થઈ ગયું છે.

    આ પણ વાંચો: રાજકોટ: જયરાજ દાવડાની દાદાગીરીનો વીડિયો વાયરલ, એક્ટિવા ચાલકને કચડી નાખવાનો પ્રયાસ

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નાગપુર, પુણે અને મુંબઈ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. આ દરમિયાન પીએમ મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને રાજ્યોને કોરોના સામે લડવા માટે કેટલાક ઊપાયો સૂચવ્યા હતા. હાલ કોરોના મહામારી સામે લડવા માટે દેશમાં યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો: વિશ્વનું ભવિષ્ય કેવું હશે? 2040 સુધી દુનિયાનો અંત આવશે? અમેરિકાના રિપોર્ટમાં સામે આવી હકીકત

    RSSનું ટ્વીટ:

    મોહન ભાગવત કોરોના સંક્રમિત થયાની જાણકારી આરએસએસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉક્ટર મોહન ભાગવત આજે બપોરે કોરોના પૉઝિટિવ થયા છે. તેમને હાલ કોરોનાના સામાન્ય લક્ષણો છે, સામાન્ય તપાસ અને તકેદારીના ભાગરૂપે તેમને નાગપુરની કિંગ્ઝવે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે."

    મહારાષ્ટ્રમાં શુક્રવારે નોંધાયા 59 હજાર નવા કેસ

    મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના કુલ 59,000 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 301 લોકોનાં કોરોનાથી મોત થયા છે. નવા કેસની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3,288,540 થઈ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી કુલ 57,329 લોકોનાં મોત થયા છે. ગુરુવારે અહીં કોરોના વાયરસના નવા 56,286 કેસ અને 376 મોત નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્યમાં હાલ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: