Coronavirus India : રાહુલનો કટાક્ષ- કોરોનાનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર

News18 Gujarati
Updated: August 7, 2020, 10:25 AM IST
Coronavirus India : રાહુલનો કટાક્ષ- કોરોનાનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર
રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે.

  • Share this:
દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus India)નો પ્રસાર ઝડપથી ફેલાઇ રહ્યો છે. શુક્રવારે દેશમાં કોરોનાના કેસ 20 લાખને પાર થઇ ગયા છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. પોતાના એક જૂના ટ્વિટનો હવાલો આપતા રાહુલે લખ્યું છે કે દેશમાં કોરોનાના આંકડા 20 લાખને પાર થઇ ગયા છે અને કેન્દ્ર સરકાર ગાયબ છે.

રાહુલે ટ્વિટ કરીને કહ્યું- 20 લાખનો આંકડો છે પાર, ગાયબ છે મોદી સરકાર. રાહુલે જે ટ્વિટનો હવાલો આપ્યો છે તે 17 જુલાઇની છે. આ દેશમાં કોરોનાના કેસ ત્યારે 10 લાખને પાર થઇ ગયા હતો. અને રાહુલ તેમાં લખ્યું હતું કે 10 લાખને આંકડો પાર થઇ ગયો છે. આ જ સ્પીડથી #covid19 ફેલાશે તો 10 ઓગસ્ટ સુધીમાં દેશમાં 20 લાખથી વધુ સંક્રમિત હશે. સરકારે આ મહામારીને રોકવા માટે ઠોસ અને નિયોજીત પગલાં લેવા જોઇએ.

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ હવે 20 લાખને પાર પહોંચ્યું છે. જ્યાં ઠીક થનાર લોકોની સંખ્યા 13.70 લાખ થઇ ગઇ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આંકાડાથી આ જાણકારી પ્રાપ્ત થઇ છે. પીટીઆઇ મુજબ કોવિડ 19ના કેસ ભારતમાં 20,19,930 થઇ ગયા છે. હજી સુધી સંક્રમણથી 41,573 લોકોની મોત થઇ છે. અને 13,70,347 લોકો ઠીક થઇ ગયા છે.

વધુ વાંચો :  સાવધાન! બજારમાં હાઇ મેથેનૉલ વાળું સ્વાસ્થ્ય માટે હાનિકારક, સેનેટાઇઝર વેચાઇ રહ્યું છે

તાલુકા અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા જે જાણકારી મળી છે તેને સંકલિત કરીને આ આંકડા કહેવામાં આવ્યા છે. અને આ સતત આઠવા તેવો દિવસ છે જ્યારે સંક્રમણના કેસ 50,000 થી વધુ સામે આવ્યા છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર)ના જણાવ્યા મુજબ 5 ઓગસ્ટ 2,21,49,351 નમૂનાઓની તપાસ થઇ છે જેમાંથી 6,64,949 નમૂનાની તપાસ 5 ઓગસ્ટે કરવામાં આવી હતી.
Published by: Chaitali Shukla
First published: August 7, 2020, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading