PM મોદીને પસંદ પડ્યું MPનું કોરોના કંટ્રોલ મૉડલ, કૉપી મંગાવી, બીજા રાજ્યો સાથે પણ કરશે શેર

ફાઇલ તસવીર.

MP Corona Control Model: મધ્ય પ્રદેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. 13મેના રોજ આંકડા જોઈએ તો મધ્ય પ્રદેશમાં પૉઝિટિવિટી રેટ 12.7 ટકા, ગ્રોથ રેટ 1.5 ટકા છે.

  • Share this:
    શરદ શ્રીવાસ્તવ, ભોપાલ: મધ્ય પ્રદેશમાં કોરોના નિયંત્રણ મૉડલ (MP Corona Control Model)ની વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પ્રશંસા કરી છે. એટલું જ નહીં, વડાપ્રધાન કાર્યાલયે મધ્ય પ્રદેશ કોરોના નિયંત્રણ મૉડલની વિગતો મંગાવી છે. હવે એમપી સરકાર તરફથી આ મૉડલની એક કોપી વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે. ગુરુવારે કોરોના કોર ગ્રુપ બેઠક(Corona Core Group Meeting)માં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે, એમપીના મૉડલને બીજા રાજ્યો સાથે પણ શેર કરવામાં આવશે.

    મધ્ય પ્રદેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. 13મેના રોજ આંકડા જોઈએ તો મધ્ય પ્રદેશમાં પૉઝિટિવિટી રેટ 12.7 ટકા, ગ્રોથ રેટ 1.5 ટકા છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 8,419 નવા કેસ, જ્યારે 10,157 લોકો સાજા થયા છે. એક્ટિવિ કેસની સંખ્યા ઘટીને 1 લાખ 8 હજાર 716 થઈ ગઈ છે. સાત દિવસમાં સરેરાશ પોઝિટિવિટી 15.6 ટકા થઈ છે.

    આ પણ વાંચો: 'સેક્સ માટે બહાર જવું છે': લૉકડાઉનમાં ઈ-પાસ માટે પોલીસને મળી વિચિત્ર અરજી

    ટેસ્ટિંગ વધારવા આદેશ

    મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિવાડી અને શ્યોપુર જિલ્લાની સમીક્ષા બેઠક દરમિયાન બંને જિલ્લામાં ટેસ્ટિંગ વધારવા માટે આદેશ કર્યો છે. શ્યોપુર હૉસ્પિટલમાં ICU બેડ્સ વધારવામાં આવશે.

    આ પણ વાંચો: અમદાવાદ: KBCના નામે ફોન આવે તો ચેતજો, અમદાવાદની મહિલાએ ગુમાવ્યા 92 હજાર રૂપિયા

    વરસાદથી બચવા નિર્દેશ

    કોર ગ્રુપની બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે. આથી દરેક જિલ્લામાં બહાર પહેલા ઘઉંની સુરક્ષા અને અસ્થાયી રીતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની સુરક્ષા કરવી જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં આવનારા તૌક્તે વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: 'તૌકતે' વાવાઝોડું શું તબાહી મચાવશે? ગુજરાતમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે? તંત્રની કેવી છે તૈયારી?

    દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીની સંખ્યા બે કરોડને પાર

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં નજીવો વધારો થયો છે. ગુરુવારે દેશમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 નવા દર્દી નોંધાયા હતા. આ દરમિયાન 3 લાખ 44 હજાર 776 દર્દી સાજા થયા હતા. ગુરુવારે દેશમાં ચાર હજાર દર્દીનાં કોરોનાથી મોત થયા છે. દેશમાં અત્યારસુધી 2 કરોડ 40 લાખ 46 હજાર 809 લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. જ્યારે કુલ 2 કરોડ 79 હજાર 599 દર્દી સાજા થયા છે.

    કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 2 લાખ 62 હજાર 317 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ કુલ 37 લાખ 4 હજાર 893 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યારસુધી કુલ 17.92 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: