નવી દિલ્હી : કોરોના વાયરસ (coronavirus) સામે નિર્ણાયક લડાઈ લડી રહેલા ભારતમાં ખરૂં સંકટ તો વાયરસ નાબૂદ થયા બાદ શરૂ થવાની વકી છે. ઉદ્યોગોના સંગઠન સીઆઈઆઈ ( confedration of indian industry)એ ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં વાયરસ સમાપ્ત થયા બાદ આર્થિક સંકટ આવી શકે છે. જો વેપાર જગતમાં રિકવરી આવતા ઑક્ટોબર કરતાં વધુ સમય વીતી જશે તો એકલા પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં જ 2 કરોડ નોકરી જોખમમાં મૂકાઈ જશે.
મીંટના અહેવાલ મુજબ દેશની 13.3 કરોડ બિનખેતીલાયક નોકરીઓ સીધી કે આડકરી રીતે સંકટમાં છે. નેશનલ સેમ્પલ સર્વે અને પિરિયોડિક લેબર ફોર્સ સર્વેનાં આંકડા સૂચવે છે કે જે લોકો પાસે લેખિત કરાર આધારિત નોકરી કે ચોપડે ક્યાંય નામ નથી તેવા મજૂરો, કે રોજમદારોની નોકરી પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
આ પણ વાંચો : Coronavirus : WHOની એશિયાના દેશોને મોટી ચેતવણી, 'મોટાપાયે તૈયારી કરો'
દેશમાં ટૂંકા કરારા આધારિત નોકરી કરનારાઓ અને કરાર વગરના રોજમદારોની સંખ્યા લાખોમાં છે. દેશમાં 50 લાખ કામદારોની નોકરી એક વર્ષથી ઓછા સમયના કરાર આધારીત છે.
આ પણ વાંચો : Covid-19 : PM મોદીના માતા હીરાબાએ અંગત બચતમાંથી 25 હજાર PM CARES ફંડમાં આપ્યા
મીંટના અહેવાલમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્રી સંતોષ મેરહોત્રા અને જજાતી કે પરીદાના સંયુક્ત સંશોધન પત્રને ટાંકીને અહેવાલ આપવામાં આવ્યો છે. આ પેપરમાં દેશના કર્મચારીઓના સેક્ટર પ્રમાણેના ડેટા અને એમ્પલોઇઝના ડેટાના આધારે એવી ચેતવણી આપવામાં આવી છે કે દેશમાં રોજમદારો અને અને બિનખેતીલાયક નોકરી સાથે સંકળાયેલા અનેક લોકોની નોકરી પર હાલ લટકતી તલવાર છે.