31મી મે સુધી લૉકડાઉન લંબાવાયું, જાણો - શું ખુલ્લુ રહેશે અને શું બંધ
31મી મે સુધી લૉકડાઉન લંબાવાયું, જાણો - શું ખુલ્લુ રહેશે અને શું બંધ
ઉલ્લેખની છે દેશમાં સૌથી પહેલા 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ થયું. તે પછી તેની સમય મર્યાદાને ત્રણ વાર વધારવામાં આવી. અને હવે તે 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. દેશમાં આ વાયરસના અત્યાર સુધીમાં 1.25 લાખ કેસ સામે આવ્યા છે. જેમાંથી 3,720 લોકોની મોત થઇ ગઇ છે.
ગુજરાતમાં સરકારની હાઈ પાવર કમિટીની આ મામલે બેઠક શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણને પગલે ક્ન્દ્ર સરકારે સરકારે લૉકડાઉન 4.0 મામલે જાણકારી આપી છે. જેમાં સમગ્ર દેશમાં આગામી 31મી મે સુધી લૉકડાઉન 4.0 લાગુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ સાથે એક જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જોકે, સાથે એ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકારો પોતાની રીતે ઝોન નક્કી કરી આમાં છૂટ છાટ આપી શકે છે. હાલમાં આ મામલે ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, રાજ્ય સરકાર લોકડાઉન 4 મામલે પોતાની ગાઈડલાઈન્સમાં શું જાહેર કરે છે.
Live Lockdown 4.0 Update
હવે રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે.
રેસ્ટોરન્ટમાં હોમ ડિલેવરીને છૂટ આપવામાં આવી
પાન મસાલા એસોસિએશને દુકાનો ખોલવા દેવા માટે આપ્યું આવેદન
દેશભરમાં કોરોનાને લઈ 5 ઝોન તૈયાર કરાશે
ગુજરાત સરકારની લોકડાઉન 4.0 મામલે હાઈ કમિટીની બેઠક શરૂ
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્દેશ આપ્યો
કેન્દ્ર સરકારની જનરલ ગાઈડલાઈન્સ
શું નહીં ખૂલે
- શાળા-કોલેજ,
- સ્પા, બ્યુટી પાર્લર, કોચિંગ સેન્ટર
- રેસ્ટોરન્ટ, સિનેમા બંધ રહેશે
- પાનપાર્લર બંધ રહેશે
- જીમ, સ્વિમિંગપુલ, પાર્ક બંધ રહેશે
- ધાર્મિક-સામાજિક-રાજકીય મેળાવડા બંધ રહેશે
શું ખુલી શકે છે
બેન્ક - એટીએમ
કરિયાણા
મેડિકલ શોપ
બસ સેવા - શરતો સાથે
શાકભાજી
ફૂડ ડિલેવરી
સવારે 7થી સાંજે 7 સુધી અવર જવર ચાલુ કરી શકાય છે
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર