Lockdown 3.0થી કેટલું અલગ હશે Lockdown 4.0, જાણો - શું છૂટ મળી શકે છે અને કેવી હશે પાબંદી

News18 Gujarati
Updated: May 17, 2020, 3:21 PM IST
Lockdown 3.0થી કેટલું અલગ હશે Lockdown 4.0, જાણો - શું છૂટ મળી શકે છે અને કેવી હશે પાબંદી
પ્રતિકાત્મક તસવીર

મોદી સરકાર અનુસાર, ચોથા તબક્કાનું લોકડાઉન ત્રીજા તબક્કાથી અલગ અને વધારે છૂટ-છાટ સાથેનું હશે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં દરરોજ કોરોના વાયરસના મામલા વધાતા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના 90887 કેસ આવી ચુક્યા છે. સંક્રમણને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનનો ત્રીજો તબક્કો આજે ખતમ થઈ રહ્યો છે. સોમવારથી લોકડાઉનનો તોથો તબક્કો શરૂ થવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેનો સમયગાળો 31મે સુધીનો રહેશે. આજે સાંજે ગૃહમંત્રાલય તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે. મોદી સરકાર અનુસાર, ચોથા તબક્કાનું લોકડાઉન ત્રીજા તબક્કાથી અલગ અને વધારે છૂટ-છાટ સાથેનું હશે.

કેટલું અલગ હશે લોકડાઉન 4.0

- લોકડાઉન 4.0 ને લઈ ચર્ચા છે કે 19મે બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ શકે છે. જોકે, પસંદગીના રૂટ્સ પર જ ફ્લાઈટ શરૂ તશે. જોકે, કેટલાક રાજ્યો દ્વારા ફ્લાઈટ્સ શરૂ કરવાનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.

- ઓટો રિક્શા અને કેબ એગ્રીગેટરોને શરતો સાથે મંજૂરી આપવામાં આવી શકે છે. તેમને બે યાત્રી બેસાડવાની મંજૂરી મળી શકે છે. ઓટો રિક્શામાં એક વ્યક્તિ બેસાડવાની મંજૂરી મળી શકે છે.

- લોકડાઉન 3.0માં શ્રમિક સ્પેશ્યલ સહિત કેટલીક ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. પરંતુ લોકડાઉન 4માં એ નક્કી છે કે, રેગ્યુલર ટ્રેનો ચાલુ નહીં થાય.

- લોકડાઉન 4.0માં રેસ્ટોરન્ટ અને કપડાઓની દુકાનો કેટલીક શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.- નાના દુકાનદારો અને બિઝનેસમેનોને છૂટ આપવાની વાત કરવામાં આવી છે. જેથી ડિમાન્ડ અને સપ્લાયની ચેન ફરી શરૂ થઈ શકે.

Lockdown 3.0માં શું હતી છૂટ (4મેથી 17મે સુધી)

- સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી લોકો રસ્તા પર હરી ફરી શકતા હતા.

- 65 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિ, ગર્ભવતી, કોઈ અન્ય બીમાર વ્યક્તિ 10 વર્ષથી નાની ઉંમરના બાળકો ઘરની બહાર નહોતા નીકળી શકતા.

- સ્કૂલ, મોલ, જિમ, સ્પોર્ટ્સ, પોલિટિકલ, સંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમ, હોટલ, રેસ્ટોરન્ટને પણ મંજૂરી ન હતી.

- પ્રાઈવેટ સંસ્થાઓમાં 33 ટકા સ્ટાફ સાથે ઓફિસ ચલાવવાની મંજૂરી હતી.

- પબ્લિક ટ્રાવેલ્સ મેટ્રો, બસ, રેલ, એર, રિક્શાને મંજૂરી ન હતી.

- રેડ ઝોન સિવાય ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સ્ટેશનરી, નાઈની દુકાન, સ્પા અને સલૂન, હાર્ડવેર, ઈલેક્ટ્રીકલ વગેરે દુકાન ખોલવાની શરતો સાથે મંજૂરી હતી.

- કન્ટેનમેન્ટ એરિયા સિવાય ફોર વ્હીલર વાહનોમાં બે વ્યક્તિ અને ટૂ-વ્હીલર વાહન પર એક વ્યક્તિની અવર જવરની છૂટ આપવામાં આવી હતી.

- તો લગ્નમાં 50 વ્યક્તિ અને મરણમાં 20 વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સ સાથે આવી શકે તેની મંજૂરી હતી.
First published: May 17, 2020, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading