Home /News /national-international /

Omicron in India: ભારતમાં ઓમિક્રોનથી થઈ શકે છે ભારે તબાહી, ડેલ્ટાની જેમ વધશે મૃત્યુદર- સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

Omicron in India: ભારતમાં ઓમિક્રોનથી થઈ શકે છે ભારે તબાહી, ડેલ્ટાની જેમ વધશે મૃત્યુદર- સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

ભારતમાં ઓમિક્રોનને લઈને સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે. (Image- AP)

Coronavirus: સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ આર્થિક સ્થિતિ તેમજ સંભાવના (WESP) 2022 રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે કોવિડ-19ના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણની નવી લહેરના કારણે મૃતકોની સંખ્યા અને આર્થિક નુકસાનમાં ફરીથી વધારો થવાનું અનુમાન છે.

વધુ જુઓ ...
    ન્યુયોર્ક. સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી ફરી એક વાર ભારે નુકસાની થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર મુજબ એક વાર ફરી ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) જેમ હાલત બગડી શકે છે. રિપોર્ટ મુજબ એપ્રિલ અને જૂન, 2021 વચ્ચે કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટની ઘાતક લહેરમાં 2,40,000 લોકોનું મૃત્યુ થયું હતું અને આર્થિક સુધારામાં અવરોધ આવ્યો હતો. આવનારા સમયમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

    સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ આર્થિક સ્થિતિ તેમજ સંભાવના (WESP) 2022 રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે કોવિડ-19ના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણની નવી લહેરના કારણે મૃતકોની સંખ્યા અને આર્થિક નુકસાનમાં ફરીથી વધારો થવાનું અનુમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતમાં ડેલ્ટાના સંક્રમણની એક ઘાતક લહેરે એપ્રિલ અને જૂન વચ્ચે 2,40,000 લોકોનો જીવ લીધો અને આર્થિક વિકાસ અવરાધાયો હતો. નજીકના સમયમાં આ જ પ્રકારની સ્થિતિ આવી શકે છે.’

    સાથે મળીને કામ કરવું પડશે

    યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સના અંડર-સેક્રેટરી-જનરલ લિયુ જેનમિને જણાવ્યું હતું કે, ‘COVID-19ને નિયંત્રિત કરવા માટે સંકલિત અને ટકાઉ વૈશ્વિક અભિગમ વિના આ મહામારી ગ્લોબલ ઇકોનોમી ઉપર સૌથી મોટું જોખમ ઊભું કરશે.’

    આ પણ વાંચો: RTPCR ટેસ્ટ માટે AMC સંચાલિત LG હોસ્પિટલને મળી મંજૂરી , પ્રતિ શિફ્ટ 400 ટેસ્ટીગ થશે

    કેસ સતત વધી રહ્યા છે

    જણાવી દઈએ કે અત્યારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દેખાઈ રહી છે. દરરોજ લગભગ 2.5 લાખ કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાછલા દરેક રેકોર્ડ તોડતા દિલ્હીમાં 28867 નવા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. તો સંક્રમણને કારણે 31 લોકોના મોત થયા હતા. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 46,406 નવા કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો: …તો ‘ભારતીય’ બનશે UKના PM, Boris Johnson પર રાજીનામાનું દબાણ, ઋષિ સુનક રેસમાં સૌથી આગળ

    અન્ય દેશોની સ્થિતિ

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મહામારી અંગેના તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે છેલ્લા અઠવાડિયામાં વિશ્વભરમાં કોરોના વાયરસના કેસોમાં લગભગ 55 ટકાનો વધારો થયો છે. જોકે મૃત્યુના કેસ સ્થિર છે. ગયા અઠવાડિયે કોવિડ-19 ના લગભગ 1.5 કરોડ નવા કેસ આવ્યા અને 43000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આફ્રિકા સિવાય વિશ્વના દરેક ભાગમાં કોવિડના કેસમાં વધારો થયો છે, પરંતુ આફ્રિકામાં 11 ટકાનો ઘટાડો થયો છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Coronavirus, Omicron variant, UN, ભારત, યુનાઇટેડ નેશન્સ united nations

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन