Home /News /national-international /કોરોનાના વધતા કેસ મામલે કેન્દ્ર એલર્ટ, ગુજરાત સહિત આ 6 રાજ્યોની સરકારને પત્ર લખ્યો

કોરોનાના વધતા કેસ મામલે કેન્દ્ર એલર્ટ, ગુજરાત સહિત આ 6 રાજ્યોની સરકારને પત્ર લખ્યો

ફાઇલ તસવીર

Coronavirus Cases in India: ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા 700થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,92,710 થઈ ગઈ છે. અંદાજે ચાર મહિના બાદ ફરીથી 700થી વધુ કેસ નોંધાયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે અને 6 રાજ્યને પત્ર લખી વાયરલ ઇન્ફેક્શન મામલે અચાનક વધેલા કેસને કંટ્રોલમાં કરવા જણાવ્યું છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે બુધવારે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યોને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રિટિંગ અને વેક્સિનેશન પર જોર કરવા જણાવ્યું છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘આ એવા કેટલાક રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમાં સ્થાનિક રીતે સંક્રમણ ફેલાતું જોવા મળ્યું છે અને સંક્રમણ રોકવા માટે જોખમ તપાસો. મહામારી સામેની લડાઈમાં અત્યાર સુધીમાં મળેલી સફળતાને ગુમાવ્યા વગર તેના ઉપાયોનું પાલન કરવાની જરૂર છે.’

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીને શાંતિ નોબેલ પુરસ્કાર મળે તેવી શક્યતા, જાણો નોબેલ સમિતિના ઉપનેતાએ શું કહ્યું...

આ ઉપરાંત પત્રમાં જણાવાયું છે કે, ‘રાજ્યએ કડક નજર રાખવી જરૂરી છે અને સંક્રમણના વધતા દરને નિયંત્રિત કરી ચિંતાની સ્થિતિ ઉપજે તે પહેલાં કાર્યવાહી કરવી જોઈએ.’ મંત્રાલયે પત્રમાં રાજ્યોને સૂક્ષ્મ સ્તરે કોરોનાની તપાસ અને કોવિડ-19ના ત્વરિત અને પ્રભાવી જરૂરી ઉપાયને અમલમાં મૂકવા માટેની સલાહ આપી છે.


દેશમાં 4 મહિના પછી 700થી વધુ કેસ


ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 754 નવા કેસ નોંધાયા છે. ત્યારે હાલ દેશમાં સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 4,46,92,710 થઈ ગઈ છે. દેશમાં અંદાજે ચાર મહિના બાદ સંક્રમણના 700થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે સારવાર લેતા દર્દીઓની સંખ્યા 4623 સુધી પહોંચી ગઈ છે. દેશમાં ગયા 12 નવેમ્બરે સંક્રમણના 734 કેસ નોંધાયા હતા.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડા પ્રમાણે, કર્ણાટકમાં સંક્રમણથી એક દર્દીનું મોત નીપજ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને 5,30,790 પર પહોંચી ગઈ છે. આંકડા પ્રમાણે, ભઆરતમાં અત્યાર સુધીમાં કુલ 4,41,57,297 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા જેટલો છે. દર્દીઓના સાજા થવાનો દર 98.90 ટકા છે.
First published:

Tags: Coronavirus in Gujarat, Coronavirus in India, Coronavirus infection