India Fights Corona: કોવિડ કેસોમાં મોટી રાહત, 24 કલાકમાં 18,795 લોકો સંક્રમિત, 179નાં મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,795 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)

Coronavirus in India: ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંક્રમણના કેસોમાં 6 હજારનો ઘટાડો નોંધાયો, રિકવરી રેટ 97.80 ટકા થયો

  • Share this:
    Covid-19 Latest Updates, 28 September 2021: દેશમાં કોરોના વાયરસ સંક્રમણની (Coronavirus In India) ત્રીજી લહેરની (Covid 19 Third Wave) આશંકાની વચ્ચે ફરી એકવાર કેસોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા કેસોમાં એકાએક 6 હજારથી પણ મોટો ઘટાડો નોંધાયો છે. કેરળમાં (Kerala Corona Cases) પણ મહામારીની (Pandemic) અસર ઓછી થતી હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં 11 હજાર લોકો સંક્રમિત થયા છે. તો ગુજરાતમાં (Covid-19 Cases in Gujarat) ફરી એક વાર સંક્રમણની સંખ્યા 20થી વધુ નોંધાઈ છે.

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,795 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 179 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,36,97,581 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 87,07,08,636 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,02,22,525 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 29 લાખ 58 હજાર 2 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 26,030 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,92,206 એક્ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ 97.8 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,47,373 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 27 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 56,57,30,031 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 13,21,780 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ભારતમાં રિકવરી રેટ 97.8 ટકા થયો છે.


    આ પણ વાંચો, COVID variant R.1: કોરોનાને વધુ ઘાતક બનાવી શકે નવો વેરિએન્ટ, જાણો શા માટે રહેવું પડશે સતર્ક

    ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 98.76 ટકા

    ગુજરાતમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 21 કેસ નોંધાયા છે. જેની સામે 30 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં 27મી સપ્ટેમ્બર 2021ની સાંજે 29 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 4 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 3 કેસ, અમદાવાદ શહેરમાં 6, વલસાડમાં 5,સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં 3, ભફાવનગરમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1 કેસ નોંધાયો છે.

    આ પણ વાંચો, ગર્ભવતી મહિલાઓમાં જોવા મળી કોરોનાની અસર, ICMRના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

    ગુજરાતમાં 27મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 142 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 138 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,648 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. રાજ્યમાં આજે 27મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 4,96,785 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 85,384 લોકોનું રસીકરણ થયું છે.
    Published by:Mrunal Bhojak
    First published: