નવી દિલ્હી. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય તરફથી કોરોના સંક્રમણ (Coronavirus)ને ધ્યાને લઈ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારત (India)માં મહામારી (Pandemic)ના પ્રકોપની વચ્ચે આપણે ફરી એક વાર તે સામાન્ય નિયમોને યાદ રાખવાની જરૂર છે જેના માધ્યમથી સાર્સ-CoV-2 વાયરસનું ટ્રાન્સમિશન સીમીત કરી શકાય છે.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસ અને ઘરે સારા વેન્ટિલેશનના માધ્યમથી સંક્રમણનો ખતરો ઓછો કરી શકાય છે. સલાહમાં કહેવામાં આવ્યું છે કે સારા વેન્ટિલેશનના માધ્યમથી એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં સંક્રમણનું ટ્રાન્સમીટ થવાની આશંકા ઓછી રહે છે.
Even one infected person showing no symptoms can release enough droplets to create a “viral load” that can infect many others: Office of Principal Scientific Adviser to GoI pic.twitter.com/r7uNVA7EZg
ઓફિસ અને ઘરે વેન્ટિલેશનના સંદર્ભમાં સલાહ આપવામાં આવી છે કે સેન્ટ્રલ એર મેનેજમેન્ટ સિસ્ટમવાળી બિલ્ડિંગોમાં સેન્ર્નલ એર ફિલ્ટરમાં સુધાર કરવાની સાથે ઘણી મદદ મળી શકે છે. એડવાઇઝરીમાં ઓફિસ, ઓડિટોરિયમ, શોપિંગ મોલ વગેરેમાં ગૈબલ ફેન સિસ્ટમ અને રૂફ વેન્ટિલેટરના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે. દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે પંખો રાખવાના સ્થાનનું પણ મહત્ત્વ છે કારણ કે પંખો એવા સ્થળે ન હોવો જોઈએ જ્યાંથી દૂષિત હવા સીધી આવી જાય.
2 મીટરના વ્યાપમાં પડે છે ડ્રોપલેટ્સ
સલાહ આપવામાં આવી છે કે એરોસોલ અને ડ્રોપલેટ્સના માધ્યમથી વાયરસનું ટ્રાન્સમિશન ઝડપથી થાય છે. એસોસોલ હવામાં 10 મીટર સુધી જઈ શકે છે. સલાહમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિના 2 મીટરના વ્યાપમાં ડ્રોપલેટ્સ પડે છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સંક્રમિત વ્યક્તિમાં લક્ષણ ન હોય તો પણ તેના પર્યાપ્ત ડ્રોપલેટ્સ નીકળી શકે છે જેનાથી વધુ લોકો સંક્રમિત થઈ શકે છે.
સલાહમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિ દ્વારા શ્વાસ છોડવા, વાત કરવા, ગાવા, હસવા, ઉધરસ ખાવા કે છીંક વગેરે દરમિયાન મોં અને નાકના માધ્યમથી ડ્રોપલેટ્સ અને એરોસોલ બની શકે છે જે વાયરસનું ટ્રાન્સમિશન ફેલાવી શકે છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોને ડબલ માસ્ક કે N95 માસ્ક પહેરવા જોઈએ. દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે વાયરસના ટ્રાન્સમિશનને રોકવા અને સંક્રમણ દરને ઓછો કરવા માટે નાગરિકો, સમુદાયો, સ્થાનિક એકમો અને અધિકારીઓનો સમર્થન અને સહયોગ આવશ્યક છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, માસ્કના ઉપયોગની સાથે, વેન્ટિલેશન, સામાજિક અંતર અને સ્વચ્છતાથી વાયરસની વિરુદ્ધ લડી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર