PM મોદીએ કહ્યુ, કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવી જશે, પરંતુ સાવધાની હજુ પણ જરૂરી

PM મોદીએ કહ્યુ, કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવી જશે, પરંતુ સાવધાની હજુ પણ જરૂરી
આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટનો શુભારંભ કરાવતા PM મોદીએ કહ્યું, કોરોનાથી બચવા માસ્ક અને બે ગજનું અંતર ખૂબ જરુરી

આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટનો શુભારંભ કરાવતા PM મોદીએ કહ્યું, કોરોનાથી બચવા માસ્ક અને બે ગજનું અંતર ખૂબ જરુરી

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં મેટ્રો (Agra Metro) માટે નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો. વડાપ્રધાને વર્ચ્યૂલ માધ્યમથી મેટ્રો રેલ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel), મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) તથા કેન્રીraય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી હરદીપ સિંહ સહિત કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રી અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

    વડાપ્રધાને આ દરમિયાન કરેલા સંબોધનમાં લોકોને અપીલ કરી છે કે તમામ કોરોના સંક્રમણની ગંભીરતાને સમજીને કોઈ ગફલત ન કરે અને તકેદારી રાખે. વડાપ્રધાને આ કાર્યક્રમના માધ્યમથી દેશને વેક્સીન અંગે પણ જાણકારી આપી.



    આ પણ વાંચો, ફાઇઝર બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ‘કોવિશીલ્ડ’ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી, બની પહેલી ભારતીય કંપની

    કોરોના વેક્સીનને લઈ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સીન (Corona Vaccine)ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેમાં વધુ વિલંબ થાય એવું લાગતું નથી. સંક્રમણથી સાવધાનીમાં કોઈ કચાસ ન રાખવો જોઈએ. માસ્ક અને બે ગજનું અંતર ખૂબ જરુરી છે.

    PM મોદીએ વધુમાં કહ્યું કે, આજે શહેરી ગરીબોને પણ મફત સારવાર મળી રહી છે અને મધ્યમ વર્ગને સસ્તી દવાઓ મળી રહી છે. સસ્તી સર્જરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારના પ્રયાસોથી વીજળીથી લઈને મોબાઇલ ફોન સુધી તેના પર ખર્ચ ઘણો ઘટ્યો છે.

    આ પણ વાંચો, Central Vista પ્રોજેક્ટમાં વૃક્ષો કાપવા, ઈમારત તોડવા પર રોક, PMના કાર્યક્રમને મળી સુપ્રીમ કોર્ટની મંજૂરી

    આગ્રા મેટ્રો પ્રોજેક્ટમાં શું હશે ખાસ?

    ઉલ્લેખનીય છે કે, કુલ 8379.62 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચથી બનનારી આગ્રા રેલ પરિયોજના (Agra Metro Rail Project) હેઠળ કુલ 29.4 કિલોમીટર લાંબા બે કોરિડોરનું નિર્માણ પ્રસ્તાવિત છે. તાજ ઇસ્ટ ગેટથી સિકંદરાની વચ્ચે લગભગ 14KM લાંબો પહેલો કોરિડોર બનશે, જેમાં 13 મેટ્રો સ્ટેશન હશે. બીજો કોરિડોર આગ્રા કેન્ટથી કાલિંદા વિહારની વચ્ચે નિર્મિત થશે, જેની લંબાઈ 15.4 KM હશે અને તેમાં કુલ 14 મેટ્રો સ્ટેશન હશે.
    Published by:Mrunal Bhojak
    First published:December 07, 2020, 14:33 pm

    ટૉપ ન્યૂઝ