Home /News /national-international /Covid-19 in India: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે દેશમાં કોરોનાના 7,081 નવા કેસ, 24 કલાકમાં 264ના મૃત્યું
Covid-19 in India: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે દેશમાં કોરોનાના 7,081 નવા કેસ, 24 કલાકમાં 264ના મૃત્યું
રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 18583 પર પહોંચી ગયો છે. જૈ પૈકીના માત્ર 19 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ 8,21,541 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.રાજ્યમાં સુરતજિલ્લામાં એક મરણ થયું છે સાથે મૃત્યુ આંક 10,128એ પહોંચી ગયો છે.
India Covid-19 updates: Mohfwએ કહ્યું કે હાલમાં દેશમાં 83 હજાર 913 કેસ એક્ટિવ છે જ્યારે 3 કરોડ 41 લાખ 78 હજાર 940 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર 422 દર્દીઓના મોત થયા છે.
નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ (Coronavirus In India)ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Mohfw) અનુસાર, રવિવારે છેલ્લા 24 કલાકમાં 7 હજાર 81 નવા કેસ મળી આવ્યા છે. તો 7 હજાર 469 લોકો સાજા થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 264 લોકોના મોત પણ થયા છે. Mohfwએ કહ્યું કે હાલમાં દેશમાં 83 હજાર 913 કેસ એક્ટિવ છે જ્યારે 3 કરોડ 41 લાખ 78 હજાર 940 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર 422 દર્દીઓના મોત થયા છે. તો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1 અબજ 37 કરોડ 46 લાખ 13 હજાર 252 ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી 76 લાખ 54 હજાર 466 ડોઝ શનિવારે આપવામાં આવ્યા.
નવા કેસ મળ્યા બાદ કુલ કેસની સંખ્યા 3 કરોડ 47 લાખ 40 હજાર 275 થઈ ગઈ છે, જ્યારે એક્ટિવ કેસમાં 652 કેસનો ઘટાડો થયો છે. ICMRએ કહ્યું કે અત્યાર સુધીમાં 66 કરોડ 41 લાખ 9 હજાર 365 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 12 લાખ 11 હજાર 977 સેમ્પલ્સનું પરીક્ષણ શનિવારે થયું.
ઓમિક્રોનના કેસોમાં વધારો
તો ભારતમાં કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)થી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા શનિવારે વધીને 138 થઈ ગઈ છે. તેલંગાણાથી 12 કેસ, કર્ણાટકથી છ, કેરળથી ચાર, જ્યારે મહારાષ્ટ્રમાં વધુ ત્રણ દર્દીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (43), દિલ્હી (22), રાજસ્થાન (17) અને કર્ણાટક (14), તેલંગાણા (20), ગુજરાત (7), કેરળ (11) છે. આંધ્રપ્રદેશ (1), ચંદીગઢ (1), તમિલનાડુ (1) અને પશ્ચિમ બંગાળ (1)માં ઓમિક્રોન કેસ નોંધાયા છે.
તેલંગાણામાં ઓમિક્રોનના વધુ 12 નવા કેસ સાથે નવા વેરિઅન્ટથી સંક્રમિતોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. તેલંગાણાના આરોગ્ય વિભાગના એક બુલેટિનમાં જણાવાયું છે કે 12 નવા દર્દીઓમાંથી બે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ 'હાઈ રિસ્ક દેશો'માંથી આવ્યા હતા જ્યારે 10 લોકો અન્ય દેશોમાંથી આવ્યા હતા. ત્રણ દર્દીઓના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ છ કેસ નોંધાયા છે. સંક્રમણના છ કેસોમાંથી પાંચ કેસ દક્ષિણ કન્નડ જિલ્લાની બે શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયા હતા. હવે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.
કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે ટ્વિટ કર્યું, ‘આજે દક્ષિણ કન્નડમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં કોવિડના બે ક્લસ્ટર નોંધાયા છે: ક્લસ્ટર એક: 14 કેસ (જેમાંથી ચાર ઓમિક્રોનના છે). ક્લસ્ટર બે: 19 કેસ (એક ઓમિક્રોનનો છે). બ્રિટનનો એક પ્રવાસી પણ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે.
કેરળમાં ઓમિક્રોનની સ્થિતિ શું છે?
કેરળમાં ઓમિક્રોન સંક્રમણના વધુ ચાર કેસ નોંધાયા પછી કુલ સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. તિરુવનંતપુરમમાં બે લોકો કોરોના વાયરસના આ વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. તેમાંથી એકની ઉંમર 17 વર્ષ અને બીજાની 44 વર્ષ છે.
મલપ્પુરમમાં 37 વર્ષીય વ્યક્તિ સંક્રમિત જોવા મળ્યો હતો જ્યારે 49 વર્ષીય વ્યક્તિ ત્રિશૂરમાં સંક્રમણગ્રસ્ત મળી આવ્યો હતો. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘તિરુવનંતપુરમમાં સંક્રમિત થયેલ 17 વર્ષીય વ્યક્તિ બ્રિટનથી આવ્યો હતો, જ્યારે 44 વર્ષીય વ્યક્તિ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ટ્યુનિશિયાથી આવ્યો હતો. મલપ્પુરમમાં મળેલો દર્દી તાન્ઝાનિયાથી આવ્યો હતો, જ્યારે ત્રિશૂરનો વતની કેન્યાથી આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે યુગાન્ડાથી પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા પરત ફરેલા પતિ-પત્ની અને તેમની 13 વર્ષની પુત્રી કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દંપતીની પાંચ વર્ષની અન્ય એક પુત્રી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી છે, પરંતુ તેનામાં ઓમિક્રોન સંક્રમણ જોવા મળ્યું નથી. ચારેય લોકો 9 ડિસેમ્બરે આફ્રિકન દેશ યુગાન્ડાથી સતારા જિલ્લાના ફલટન પરત ફર્યા હતા. ઓમિક્રોનના પ્રકોપને પગલે જિલ્લા અધિકારીઓએ તેમને શોધીને તેમનું RT-PCR પરીક્ષણ કરાવ્યું.
સિવિલ સર્જન ડૉ. સુભાષ ચૌહાણે જણાવ્યું કે 35 વર્ષીય પતિ, 33 વર્ષીય પત્ની અને તેમની 13 વર્ષની પુત્રી કોરોના વાયરસથી સંક્રમિત હતા, જ્યારે નાની પુત્રીનો રિપોર્ટ સ્પષ્ટ નથી. આ પછી, ચારેયના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને મોકલવામાં આવ્યા હતા.
સંક્રમણના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ લોકોને બિન-જરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડા ટાળવા અને નવા વર્ષની મોટા પાયે ઉજવણી ન કરવાની સલાહ આપી છે. 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયા પછી, ભારતમાં 2 ડિસેમ્બરે કર્ણાટકમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસની પુષ્ટિ થઈ હતી.
દિલ્હીમાં કેસોની સંખ્યામાં ફરી વધારો થયો છે
શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 86 નવા કેસ નોંધાયા હતા, જે પાંચ મહિનામાં એક દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. આ સાથે, સંક્રમણ દર 0.13 ટકા હતો. સંક્રમણને કારણે મૃત્યુનો કોઈ નવો કેસ નોંધાયો નથી. આ પહેલા 8 જુલાઈના રોજ દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 93 નવા કેસ નોંધાયા હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે દિલ્હી સરકાર કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટનો સામનો કરવા માટે તૈયાર છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી. અન્ય રાજ્યોએ પણ કહ્યું કે તેઓ ઓમિક્રોનના કેસોમાં સંભવિત વૃદ્ધિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.
ઓમિક્રોન વેરિઅન્ટ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ શનિવારે તેના ફેલાવાને રોકવા માટે જાહેર આરોગ્ય સુવિધાઓ અને સામાજિક પગલાંને તાત્કાલિક વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. WHO દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક નિર્દેશક પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે દેશ નક્કર સ્વાસ્થ્ય અને સામાજિક પગલાં વડે ઓમિક્રોનના ફેલાવાને રોકી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર