અસલી રેમડેસિવીર અને નકલી રેમડેસિવીર ઇન્જેક્શનની ઓળખ કેવી રીતે કરવી? જાણો

અસલી રેમડેસિવીર અને નકલી રેમડેસિવીરની ઓળખ કેવી રીતે કરવી? જાણો

મોટાભાગના રાજ્યોમાં આ રેમડેસિવીર ઇન્જેક્શન સરળતાથી મળતા નથી. જ્યાં પણ આ ઇન્જેક્શન મળી રહ્યા છે ત્યાં 20થી 40 હજાર રૂપિયા કિંમત ચૂકવવી પડે છે. આટલા વધુ રૂપિયા ચૂકવવા છતા નકલી રેમડેસિવીરના સમાચાર સતત સામે આવી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ પણ નથી અને ઓક્સિજન પણ નથી. કોરોનાના વધતા કેસ વચ્ચે એન્ટીવાયરલ દવા રેમડેસિવીરની માંગ સતત વધી રહી છે. મોટાભાગના રાજ્યોમાં આ રેમડેસિવીર ઇન્જેક્શન સરળતાથી મળતા નથી. જ્યાં પણ આ ઇન્જેક્શન મળી રહ્યા છે ત્યાં 20થી 40 હજાર રૂપિયા કિંમત ચૂકવવી પડે છે. આટલા વધુ રૂપિયા ચૂકવવા છતા નકલી રેમડેસિવીરના સમાચાર સતત સામે આવી રહ્યા છે. નકલી રેમડેસિવીર અને અસલી રેમડેસિવીરની ઓળખ કેવી રીતે કરવી તે અહીં જણાવવામાં આવ્યું છે.

રેમડેસિવીરના પેકેટ પર કેટલીક બાબતોને વાંચીને તમે અસલી અને નકલીની ઓળખ કરી શકો છો. 100 મિલીગ્રામનું ઇન્જેક્શન પાઉડર ફોર્મમાં શીશીમાં આવે છે. ઇન્જેક્શનની દરેક શીશી પર Rxremdesivir લખેલું હોય છે. આ ઇન્જેક્શનના બોક્સ પાછળ એક વાર કોડ પણ બનેલ હોય છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની DCP મોનિકા ભારદ્વાજે ટ્વિટ કરીને અસલી અને નકલી રેમડેસિવીરની જાણકારી આપી આવી છે.

આ પણ વાંચો - Delhi Oxygen Crisis: બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ડોક્ટર સહિત 8ના મોત

અસલી રેમડેસિવીરના પેકેટ પર અંગ્રેજીમાં For use in લખેલુ હોય છે. તો નકલી રેમડેસિવીરના પેકેટ પર for use in. લખેલુ હોય છે. એટલે કે તેના પર કેપિટલ લેટરથી શરૂઆત થતી નથી. અસલી રેમડેસિવીરના પેકેટ પર લાલ રંગથી ચેતવણી આપવામાં આવી છે, જયારે નકલી પેકેટ પર કાળા રંગથી ચેતવણી આપવામાં આવી છે.

નકલી રેમડેસિવીરમાં તમામ ભૂલ જોવા મળી રહી છે. આ પેકેટ પરની વિગતો ધ્યાનથી વાંચો તો તમને તે ભૂલ જોવા મળી શકે છે. અસલી રેમડેસિવીરની કાચની શીશી ખૂબ જ હલ્કી હોય છે. તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
First published: