Home /News /national-international /

COVID-19 Vaccine: ભારતને મળી ત્રીજી કોરોના વેક્સીન, DCGIએ રશિયાની સ્પૂતનિક-V વેક્સીનને આપી મંજૂરી

COVID-19 Vaccine: ભારતને મળી ત્રીજી કોરોના વેક્સીન, DCGIએ રશિયાની સ્પૂતનિક-V વેક્સીનને આપી મંજૂરી

રશિયાની કોરોના વેક્સીન ‘સ્પુતનિક V’ ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે પોઝિટિવ સમાચાર! DCGIએ કેટલીક શરતો સાથે સ્પૂતનિક-V વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને આપી મંજૂરી

    નવી દિલ્હીઃ ભારતમાં DCGIએ કેટલીક શરતોની સાથે રશિયાની કોવિડ-19 વેક્સીન સ્પૂતનિક-V (Sputnik V)ને સીમિત ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ દેશમાં ત્રીજી કોરોના વેક્સીનની ઉપલબ્ધતાનો માર્ગ સાફ થઈ ગયો છે. ભારતના ઔષધિ મહાનિયંત્રણ તરફથી મંજૂરી પહેલા કેન્દ્રીય ઔષધિ માક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)ની કોવિડ-19 પર વિશેષ વિશેષજ્ઞ સમિતિએ સોમવારે જ કેટલાક નિયમો અને શરતોની સાથે સ્પૂતનિક-Vને સીમિત ઉપયોગની ભલામણ કરી હતી.

    સ્પૂતનિક-Vના અધિકૃત ટ્વીટર હેન્ડલે તેની ઘોષણા કરી. એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતે લોકલ ફેઝ-3 ક્લિનિકલ સ્ટડીના સકારાત્મક પરિણામો બાદ Sputnik Vને મંજૂરી આપી. ભારત Sputnik Vને મંજૂરી આપનારો 60મો દેશ બની ગયો છે.

    આ પણ વાંચો, Bank Holidays: આજથી આવનારા 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, ચેક કરો આ સમગ્ર યાદી!

    નોંધનીય છે કે, DCGIએ આ પહેલા ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ (Covishield) વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.

    વેક્સીનના 10 કરોડ ડોઝની આયાત કરવાની શક્યતા

    સૂત્રોએ જણાવ્યું કે, સ્પૂતનિક-V (Sputnik V) વેક્સીનના લગભગ 10 કરોડ ડોઝ આગામી 6-7 મહિનામાં આયાત કરવાની શક્યતા છે. આ પહેલા રશિયાએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે તેમની કોવિડ વિરોધી રસી Sputnik-Vને ભારતમાં મંજૂરી મળવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે.

    આ પણ વાંચો, દેશમાં કોરોનાથી કોહરામ! એક દિવસમાં 1.61 લાખ નવા કેસ, 879 દર્દીનાં મોત


    આ પહેલા એક રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે ભારતમાં ઓક્ટોબર સુધી પાંચ વેક્સીનને મંજૂરી મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ વેક્સીન ડૉ રેડ્ડીઝના સહયોગથી તૈયાર થઇ રહેલી સ્પુતનિક V, બાયોલોજિકલ ઇ ના સહયોગથી બની રહેલી જોનસન એન્ડ જોનસનની વેક્સીન, સીરમ ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવી રહેલી નોવાવેક્સ વેક્સીન, ઝાયડસ કેડિલા વેક્સીન અને ભારત બાયોટેકની ઇંટ્રાનસલ વેક્સીન છે. આવામાં સ્પુતનિક V ને મંજૂરી મળ્યા પછી ભારતના ટિકાકરણ અભિયાન ઝડપથી આગળ વધી શકશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Corona vaccine, Coronavirus, Covid vaccine, COVID-19, Dcgi, India Fights Corona, Pandemic, Russia, Sputnik-V, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन