દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર, અત્યારસુધી 1.45 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર, અત્યારસુધી 1.45 લાખ લોકોએ જીવ ગુમાવ્યો
તસવીર: AP

દુનિયાભરતના કોરોના દર્દીઓના આંકડા એકઠી કરતી વેબસાઈટ worldometers.info પર શુક્રવારે રાત્રે ભારતમાં દર્દીઓની સંખ્યા 10,004,825 થઈ ગઈ છે.

 • Share this:
  નવી દિલ્હી: ભારતમાં કોરોનાં દર્દીઓનો આંકડો એક કરોડ (1 Crore Covid cases)ને પાર થઈ ગયો છે. દુનિયાભરતના કોરોના દર્દીઓના આંકડા એકઠી કરતી વેબસાઈટ worldometers.info પર શુક્રવારે રાત્રે ભારતમાં દર્દીઓની સંખ્યા 10,004,825 થઈ ગઈ છે. બીજી તરફ આ મહામારી (Corona Pandemic)ને કારણે દેશમાં 1 લાખ 45 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા આશરે સવા ત્રણ લાખ જેટલી છે. બીજી તરફ કોરોનાના ખાત્મા માટે ભારતમાં રસીને લગતી તમામ તૈયારીઓ ચાલી રહી છે પરંતુ હજુ સુધી રસી (Corona Vaccine) ક્યારે તૈયાર થઈ જશે તેના વિશે કોઈ ચોક્કસ કહી શકાય નહીં. બ્રિટન, અમેરિકા અને રસિયાએ કોરોનાની કારગર રસી બનાવી લીધાનો દાવો કરીને વેક્સીનેશન શરૂ કરી દીધું છે. જ્યારે ભારતમાં અમુક રસીનું અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે. આવતા અમુક અઠવાડિયાઓમાં રસી તૈયાર થઈ જશે તેવી આશા છે.

  આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે કોરોના વેક્સીન લેવી કે નહીં તેનો નિર્ણય જે તે વ્યક્તિ પર રહેશે. જેમણે પણ વેક્સીન લેવી છે તેમણે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. હકીકતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વિશે પૂછવામાં આવેલા સવાલોની એક યાદી તૈયાર કરી હતી. જેના પર એક પછી એક જવાબ આપવામાં આવ્યો હતો.  આ પણ વાંચો: 

  મંત્રાલયે કહ્યુ છે કે કોરોના વેક્સિનેશન સ્વેચ્છાના આધાર પર કરવામાં આવશે. જોકે, સાથે જ મંત્રાલયે એવી પણ સલાહ આપી છે કે લોકો વેક્સીનના તમામ ડોઝ લે. જેનાથી વ્યક્તિ ખુદ પણ બચી શકશે અને આ બીમારીને ફેલાતી પણ અટકાવી શકશે. મંત્રાલયના કહેવા પ્રમાણે કોરોનાની અનેક રસી આખરી તબક્કામાં છે. જેમાં ભારત બાયોટેક-ICMR સહિત છ રસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  નીચે જુઓ, પહેલી જાન્યુઆરીથી દેશમાં આ 10 નિયમ બદલાશે  ભારત માટે ભારત બાયોટેક શા માટે ફાયદાકારક?

  ભારત બાયોટેક વેક્સીન 2થી આઠ ડિગ્રી તાપમાનમાં રહી શકે છે. આ જ કારણ છે કે તમામ લોકો આ સ્વદેશી રસીની રાહ જોઈ રહ્યા છે. Pfizer અને મૉડર્ના રસીને સાચવવી પણ એક મોટો પડકાર છે. Pfizer દવાને રાખવા માટે -70 ડીગ્રી તેમજ મૉડર્નાને રાખવા માટે -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. આ માટે દેશમાં વ્યવસ્થા કરવી મોટો પડકાર છે.

  આ પણ જુઓ-

  આમ આદમીએ રસી માટે કેટલી રાહ જોવી પડશે?

  અંદાજ પ્રમાણે આગામી વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધી 30 કરોડ લોકોના કોરોનાની રસી મૂકવામાં આવશે. આ પ્રક્રિયામાં એક કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને નગર નિગમના કર્મચારીઓ સહિત ફ્રન્ટ લાઇન પર કામ કરતા લોકો સામેલ હશે. આ ઉપરાંત 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો, તેમજ ડાયાબિટિસ સહિત બીમારી ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આથી સામાન્ય લોકોએ રસી માટે એક વર્ષ જેટલી રાહ જોવી પડી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:December 19, 2020, 06:46 am

  ટૉપ ન્યૂઝ