Home /News /national-international /

કોરોનાને લઈ શિવસેનાએ PM મોદી પર સાધ્યું નિશાનઃ ‘આવો હાલ રહ્યો તો પહેલા નંબરે પહોંચીશું’

કોરોનાને લઈ શિવસેનાએ PM મોદી પર સાધ્યું નિશાનઃ ‘આવો હાલ રહ્યો તો પહેલા નંબરે પહોંચીશું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

‘PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 21 દિવસમાં કોરોનાથી જીતી જઈશું પરંતુ 100 દિવસ બાદ પણ કોરોના મેદાનમાં અડીખમ છે અને લડનારા થાકી ચૂક્યા છે’

    મુંબઈઃ દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus India)ના કેસોની વચ્ચે રાજકારણ પણ ચાલુ છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી શિવસેના (Shiv Sena)ના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પર નિશાન સાધ્યું છે. ‘સામના’માં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 21 દિવસમાં કોરોનાથી જીતી જઈશું પરંતુ 100 દિવસ બાદ પણ કોરોના મેદાનમાં અડીખમ છે અને લડનારા થાકી ચૂક્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાના મામલામાં આપણે રશિયાને હરાવી દીધું છે અને આવી જ સ્થિતિ રહી તો એક દિવસે ભારત પહેલા નંબરે પહોંચી જશે. અખબારના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2021 સુધી કોરોનાની વેક્સીન મળવી મુશ્કેલ છે.

    કોરોનાની વચ્ચે પૂર્વ લદાખમાં ચીની સેનાના અતિક્રમણ પર ટિપ્પણી કરતા સામનામાં લખવામાં આવ્યું છે કે, મંત્ર આપવામાં આવ્યો કે કોરોનાની સાથે જીવવું પડશે. બિલકુલ તેવી જ રીતે ચીની ભાઈ-ભાઈ કહેતા ચીનની સાથે જીવતાં પણ તૈયારી કરવામાં આવી છે, તેમ છતાંય ચીને આક્રમણ છોડ્યું નથી. લખવામાં આવ્યું છે કે ચીનની સાથે જીવવું શક્ય નથી, તેમ છતાંય પડોશી વ્યવહાર નિભાવવો પડશે.

    કોરોના અને ચીન બંને સાથે જીવવું પડશેઃ શિવસેના

    ચીન અને કોરોના વાયરસના સંદર્ભમાં સામનામાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થિતિ ચીની વાયરસ કોરોના સંક્રમણની પણ છે. કોઈ કેટલું પણ કહે, પરંતુ કોરોના તાત્કાલિક હટવાનો નથી. સંક્ષેપમાં કહીએ તો ચીન અને તેના દ્વારા ફેલાવેલો કોરોના વાયરસ રહેવાના જ છે. કોરોનાની વિરુદ્ધ આધુનિક ભારતનું યુદ્ધ મહાભારતથી વધુ કઠિન છે. 18 દિવસમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. તે યુદ્ધમાં ભીષ્મ પીતામહ સહિત અનેક યોદ્ધા હતા. કોરોનાનું યુદ્ધ 21 દિવસમાં સમાપ્ત નથી થયું. તે 2021 સુધી ચાલશે. દુનિયાભરમાં કોરોના મામલે હિન્દુસ્તાનમાં વધુ કેસ આવવાની આ શરૂઆત છે. બાકી ઉદ્યોગ, અર્થવ્યવસ્થા, જીવન સ્તર, રોજગાર તમામ ધ્વસ્ત થઈ ગયા છે. તેમ છતાંય લડવું જ પડશે.

    આ પણ વાંચો, અમેરિકાની જાહેરાતઃ ચીન સાથે યુદ્ધ થશે તો ભારતનો સાથ આપશે US Military

    નોંધનીય છે કે, સતત બે દિવસ 24 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ મંગળવારે નવા કેસોની સંખ્યા 22,252 સામે આવી છે. જાહેર થયેલા આંકડાઓએ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 467 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે રેકોર્ડ બ્રેક 24,850 નવા પોઝિટિવ કેસ (Covid-19) નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 7 લાખ 19 હજાર 665 કન્ફર્મ કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો, કોવિડ-19ની દવા Remdesivirની કાળા બજારી! વસૂલાય છે 6 ગણા ભાવ

    આમ કુલ કેસોની સંખ્યા 7 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 20,160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 4 લાખ 39 હજાર 948 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, India China Conflict, Modi govt, Pandemic, Shiv sena, ચીન, નરેન્દ્ર મોદી, ભારત

    આગામી સમાચાર