Coronavirus: સતત બીજા દિવસે 40 હજારથી વધુ લોકો સંક્રમિત; 24 કલાકમાં 496 દર્દીનાં મોત

Covid-19 in India: કેરળમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ, એક દિવસમાં 30 હજાર લોકો સંક્રમિત, મહારાષ્ટ્રમાં પણ સંકટના વાદળો

Covid-19 in India: કેરળમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ, એક દિવસમાં 30 હજાર લોકો સંક્રમિત, મહારાષ્ટ્રમાં પણ સંકટના વાદળો

  • Share this:
    Coronavirus Live Updates India, 27 August 2021: દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા (India Corona Cases) 40 હજારથી વધુ નોંધાઈ છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં (Kerala Corona Pandemic) છે. અહીં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તો મહારાષ્ટ્રમાં (Maharashta Covid Cases) પણ કોવિડનું સંક્રમણ માથું ઉચકી રહ્યો છે. અહીં એક દિવસમાં 5100થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ (Corona Cases in Gujarat) એકંદરે કાબૂમાં છે. અહીં એક દિવસમાં 16 લોકો સંક્રમિત થયા છે.

    ચોવીક કલાકમાં 496 દર્દીઓએ જીવ ગુમાવ્યો

    સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 44,658 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 496 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,26,03,188 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 61,22,08,542 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 79,48,439 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    દેશમાં અત્યારે કોરોનાના 3,44,899 એક્ટિવ કેસ

    કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 18 લાખ 21 હજાર 428 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 32,988 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,44,899 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,36,861 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 51,49,54,309 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 18,24,931 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, Explained: કોરોનાનો Delta Variant વધુ સંક્રામક અને ઘાતક શા માટે છે? રિસર્ચમાં થયો ખુલાસો

    ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં

    ગુજરાતમાં કોવિડ-19 સંક્રમણની સ્થિતિ (Gujarat Corona Cases) ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 157 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કુલ 8,15,126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

    આ પણ વાંચો, Explained: શું છે હવાના સિન્ડ્રોમ, અમેરિકાના રાજદૂતો બની રહ્યા છે શિકાર

    ગુજરાતમાં 4 કરોડ 45 લાખથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા

    ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,080 નાગરિકોનાં કોરોના (Covid) ને કારણે મોત થઈ ચૂક્યા છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 3, દાહોદ 3, , વડોદરા કોર્પોરેશનમાં 3, કચ્છ 2, સુરત કોર્પરેશન 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1 અને સુરતમાં 1 કેસ નોંધાયા હતા. આજે 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત, એક દિવસમાં 5 લાખ 45 હજાર 164 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ 45 લાખ 23 હજાર 577 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: