Home /News /national-international /Coronavirus in India: કોરોનાના કેસોમાં ઘટાડો, 24 કલાકમાં 26,115 લોકો સંક્રમિત, 252 દર્દીનાં મોત

Coronavirus in India: કોરોનાના કેસોમાં ઘટાડો, 24 કલાકમાં 26,115 લોકો સંક્રમિત, 252 દર્દીનાં મોત

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. (તસવીર- AP Photo/Mahesh Kumar A.)

India Fights Corona: ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ 81 કરોડ 85 લાખથી વધુ ડોઝ અપાયા, એક દિવસમાં 96 લાખ લોકોને અપાઇ વેક્સીન

Covid-19 Latest Updates, 21 September 2021: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus in India) નવા કેસોમાં ફરી ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ સંક્રમણના કેસ કેરળમાં (Corona Pandemic in Kerala) નોંધાયા છે. અહીં એક દિવસમાં 15 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Cases) અઢી હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં (Gujarat Covid-19 Updates) કોવિડ-19ની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર 14 લોકો સંક્રમિત થયા છે.

દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટ્યું

કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,115 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 252 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,04,534 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 81,85,13,827 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 96,46,778 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 27 લાખ 49 હજાર 574 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,469 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,09,575 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,45,385 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 20 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,50,35,717 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 14,13,951 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 96,46,778 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો, ગર્ભવતી મહિલાઓમાં જોવા મળી કોરોનાની અસર, ICMRના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં

ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે, જ્યારે 17 દર્દી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, પોરબંદર 1, સુરત 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોવિડ રિકવરી રેટ પણ 98.76 ટકા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.

આ પણ વાંચો, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો! પ્રતિ 100માંથી 7 એક્ટિવ કેસ બાળકોના

ગુજરાતમાં હાલ 133 એક્ટિવ કેસ છે, જે પૈકી 4 વેન્ટીલેટર પર છે, જ્યારે 129 સ્ટેબલ છે. 8,15,522 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નીપજ્યાં છે. ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો 45 વર્ષથી વધારેની ઉંમરના 45757 લોકોને રસીનો પ્રથમ અને 56249 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 121827 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 144721 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. સોમવારે 3,72,334 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,70,59,874 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
First published:

Tags: Corona News, Corona vaccine, Coronavirus, COVID-19, Pandemic

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો