Covid-19 in India: 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 35,178 નવા કેસ; 440 દર્દીનાં મોત

કોરોના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. (ફાઇલ તસવીર)

India Fights Corona: ભારતમાં કોરોના મૃત્યુઆંક 4,32,519એ પહોંચ્યો, કુલ 56 કરોડથી વધુ લોકોને કોવિડની વેક્સીન અપાઈ

  • Share this:
    India Fights Corona, 18 August 2021: ભારતમાં એક દિવસની આંશિક રાહત આપ્યા બાદ કોરોના સંક્રમણના આંકડા (Corona Cases in India)એ ફરી મોટી છલાંગ લગાવી છે. બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ, 35 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. કેરળમાં સંક્રમણની સ્થિતિ (Kerala Corona Crisis) કાબૂ બહાર જઈ રહી હોય એવું લાગી રહ્યું છે, અહીં 24 કલાકમાં 21 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર (Maharashtra Corona Cases)માં 4 હજાર નવા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat Corona Cases)માં કોવિડ-19ની સ્થિતિ ઘણી કાબૂમાં છે. અહીં રોજ 20થી ઓછા લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,178 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 440 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,22,85,857 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 56,06,52,030 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના 24 કલાકમાં 55,05,075 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    ભારતમાં કોરોના મૃત્યુઆંક 4,32,519એ પહોંચ્યો

    કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 14 લાખ 85 હજાર 923 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,169 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,67,415 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,32,519 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 17 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 49,84,27,083 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 17,97,559 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં 24 કલાકમાં 5 લાખ 92 હજાર લોકોને કોરોના વેક્સીન અપાઈ

    ગુજરાતમાં કોરોનાના કેસો (Gujarat Coronavirus Cases) 20થી નીચે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10078 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,12,31,618 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,92,708 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Who is Amrullah Saleh: અમરૂલ્લાહ સાલેહ Talibanના નિશાના પર રહ્યા, હવે પોતાને અફઘાનોના Caretaker ઘોષિત કર્યા

    ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં

    રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 5, અરવલ્લી, ભાવનગર, રાજકોટમાં 1-1 સહિત કુલ 17 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 3, સુરતમાં 2, વડોદરામાં 4, રાજકોટમાં 5, આણંદમાં 4, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારીમાં 1-1 સહિત કુલ 22 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 179 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 173 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814956 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: