Coronavirus in India: ભારતમાં 140 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા, 24 કલાકમાં 40 હજાર દર્દી સાજા થયા

Covid-19 Pandemic: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો ફરી વધ્યા, 38,353 લોકો થયા સંક્રમિત, 497 દર્દીનાં મોત

Covid-19 Pandemic: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો ફરી વધ્યા, 38,353 લોકો થયા સંક્રમિત, 497 દર્દીનાં મોત

  • Share this:
    Coronavirus in India, 11 August 2021: દેશમાં કોરોના મહામારી (Corona Pandemic)ને લઈને થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર કોવિડ દર્દીના એક્ટિવ કેસ (India Corona Active Cases) નોંધાયા છે જે 140 દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત રિકવરી રેટ (Covid Patient Recovery Rate)માં પણ સુધારો થતાં તે 97.45 ટકા થઈ ગયો છે. પરંતુ મંગળવારના દિવસ દરમિયાન 38 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે જે ચિંતાનું કારણ છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,353 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 497 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,20,36,511 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 51,90,80,524 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના 24 કલાકમાં 41,38,646 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 12 લાખ 20 હજાર 981 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 40,013 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.45 ટકા છે. હાલમાં 3,86,351 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,29,179 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.


    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,50,56,507 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 17,77,962 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાત (Gujarat Corona Cases)માં કોરોના સંકટ વિશે વાત કરીએ તો, રાજ્યમાં કોરોના વાયરસના 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 21 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. કોવિડ-19ના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,802 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

    આ પણ વાંચો, Climate Change: હિંદુકશના ગ્લેશિયર સંકોચાતા જશે, હિન્દ મહાસાગરમાં ગરમીનો પ્રકોપ વધશે- રિપોર્ટ

    નોંધનીય છે કે, અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 5, રાજકોટ 2, સુરત 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, ખેડા 1, રાજકોટ કોર્પોરેશન 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં હાલમાં કુલ 206 દર્દી સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 202 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત, રાજ્યમાં મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,00,105 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,76,32,704 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: