લૉકડાઉન : મુસ્લિમ સમાજના મોભીની મસ્જિદો બંધ કરાવવાની માંગણી, જાવેદ અખ્તરે આપ્યું મોટું નિવેદન

News18 Gujarati
Updated: March 31, 2020, 4:30 PM IST
લૉકડાઉન : મુસ્લિમ સમાજના મોભીની મસ્જિદો બંધ કરાવવાની માંગણી, જાવેદ અખ્તરે આપ્યું મોટું નિવેદન
જાવેદ અખ્તરે ઇન્દોરમાં થયેલી ઘટના મામલે ટ્વિટ કરીને કહ્યું કે હું તે લોકોની નિંદા કરું છું જે ડોક્ટર્સ પર પત્થર ફેંકી રહ્યા છે. આશા રાખું છું કે ઇન્દોરની પોલીસ આવા લોકો સાથે નરમી નહીં વર્તે. હું બીજાને અનુરોધ કરું છું કે દરેક જગ્યાએ ડોક્ટર્સ, પોલીસ અને પ્રશાસનને સહયોગ કરો. કોરોનાથી લડવા માટે સમગ્ર દેશ એક થવાની જરૂર છે.

દેશમાં લૉકડાઉનના કારણે તમામ ધાર્મિક સ્થળો બંધ છે, ત્યારે મસ્જિદોને બંધ કરાવવા અંગે ધમાસાણ મચ્યું છે.

  • Share this:
આખું વિશ્વ હાલમાં કોરોના વાયરસ (Coronavirus)  રોગચાળોથી પીડિત છે અને વિશ્વના ઘણા દેશો આને કારણે સંપૂર્ણપણે લૉકડાઉન (Lockdown) થઈ ગયા છે. દેશમાં આ ચેપના વધતા જતા ફેલાવાને જોતાં લૉકડાઉન 21 દિવસનું આપવામાં આવ્યું છે. દરેકને 'સામાજિક અંતર' એટલે કે શોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ તે દરમિયાન, દિલ્હીના નિઝામુદ્દીનમાં (Nizamuddin) તબલિગ-એ-જમાતમાં (Tableeg -eJamat) ભાગ લેવા 2 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાનું જોખમ ફેલાયું છે ત્યારે હવે દેશની મસ્જિદોને બંધ કરાવવાની પ્રચંગ માંગણી મુસ્લિમ સમુદાયમાંથી જ ઉઠી છે. આ માંગણીને ફિલ્મ જગતના જાણીતા લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે. જાવેદ અખ્તરે કહ્યું છે કે મક્કા-મદીનાની મસ્જિદો બંધ રહી  શકતી હોય તો પછી ભારતની મસ્જિદોને બંધ કરવામાં શું સમસ્યા છે?

અહીં હાજર લોકોમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને કિર્ગીસ્તાન જેવા દેશોના લોકો હતા. આવી સ્થિતિમાં હવે લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તાહિર મહેમૂદે કોરોના વાયરસના આ ખતરાને ધ્યાનમાં રાખીને આ કટોકટીમાં મસ્જિદો બંધ કરવાનો ફતવો આપવા દારૂલ ઉલૂમ દેવબંદને કહ્યું છે. તેમની આ માંગણને જાણીતા લેખક અને કવિ જાવેદ અખ્તરે સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો :  લૉકડાઉન : રાજપીપળાના વણિક પરિવારે યોજ્યું ડિજિટલ બેસણું, કોરોનાથી બચવા સાવચેતીનું ઉત્તમ ઉદાહરણ

જાવેદ અખ્તરએ એક ટ્વીટમાં લખ્યું છે કે, 'લઘુમતી પંચના વિદ્વાન અને ભૂતપૂર્વ અધ્યક્ષ તાહિર મહમૂદ સાહેબે દારૂલ ઉલૂમ દેવબંદને કોરોના સંકટ ચાલુ ન થાય ત્યાં સુધી તમામ મસ્જિદો બંધ રાખવા માટેનો ફતવો આપવા કહ્યું છે. હું આ માંગને પૂર્ણ સમર્થન આપું છું. જો કાબા અને મદીનાની મસ્જિદો બંધ કરી શકાય છે, તો ભારતની મસ્જિદો કેમ બંધ કરી શકાતી નથી.ઘણા લોકો જાવેદ અખ્તરના આ ટ્વીટ પર સતત ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે તેના ટ્વિટ પર લખ્યું, 'ફતવો કેમ? ભારત સરકારે લોકડાઉન ઓર્ડર આપ્યો છે. શું સરકારનો આદેશ લોકો માટે પૂરતો નથી? ' આ ટ્વીટનાં જવાબમાં પણ જાવેદ અખ્તરે લખ્યું, 'થોડી સામાન્ય સમજ અને ધૈર્ય બતાવો ભાઈ. શું તમે તે જોવા માંગતા નથી કે તેઓ આ વિનંતીનો પ્રતિસાદ કેવી રીતે આપે છે? ઓછામાં ઓછું હું તે જોવા માંગું છું.

આ પણ વાંચો : Coronavirus : આશાનું કિરણ જન્મ્યું, કોરોનાની સંભવિત રસી શોધવામાં સફળતા, covid19 પર પ્રયોગ શરૂ

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત તબલીગ-એ-જમાતનાં માકલાજમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધા પછી વિવિધ રાજ્યોમાંથી કોરોનાવાયરસના કેસ નોંધાયા છે. આ પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તબલીગી જમાત પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading