લૉકડાઉનમાં ડ્યૂટી કરવા જતી મહિલા ડૉક્ટરને પોલીસ અધિકારીએ લાફો મારી દીધો, જાણો આપવીતી

News18 Gujarati
Updated: March 25, 2020, 1:16 PM IST
લૉકડાઉનમાં ડ્યૂટી કરવા જતી મહિલા ડૉક્ટરને પોલીસ અધિકારીએ લાફો મારી દીધો, જાણો આપવીતી
‘એસીપીએ મને લાફો મારી દીધો એન વાળ ખેંચીને પોલીસ સ્ટેશન સુધી લઈને ગયા’

‘એસીપીએ મને લાફો મારી દીધો એન વાળ ખેંચીને પોલીસ સ્ટેશન સુધી લઈને ગયા’

  • Share this:
હૈદરાબાદઃ ભારત સહિત દુનિયાભરના દેશ હાલમાં કોરોના વાયરસ (Coronavirus)  મહમારા (Pandemic)નો સામનો કરી રહ્યા છે. સ્થિતિમાં પણ એવા લોકો પણ છે, જે પોતાના જીવની ચિંતા કર્યા વગર સંક્રમિતોની સારવાર કરી રહ્યા છે અને લોકોની મદદમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જનતા કર્ફ્યૂ (Janta Curfew) બાદ ડૉક્ટરો, નર્સો, સફાઈ કર્મચારીઓ અને પોલીસના આ યોગદાન માટે પાંચ મિનિટ તાળી વગાડીને તેમનો આભાર વ્યકત કરવા કહ્યું હતું. આ દરમિયાન તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ડૉક્ટર મારપીટ અને ખરાબ વર્તનનો શિકાર થઈ રહ્યા છે.

આ મામલો તેલંગાણાનો ખમ્મમ જિલ્લાનો છે. અહીં મમતા મેડિકલ કૉલેજની એક પીજી ડૉક્ટરનો આરોપ છે કે લૉકડાઉન દરમિાયન બહાર જતાં ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કથિત રીતે ખરાબ વર્તન કરવામાં આવ્યું. આ ડૉક્ટરનું કહેવું છે કે સોમવારે 8.30 વાગ્યે તેને ઇમરજન્સી સર્વિસ માટે બોલાવાવમાં આવી હતી, તેથી તે ઘરથી બહાર હોસ્પિટલ જવા રવાના થઈ હતી. કારણ જણાવવા છતાંય પોલીસે તેની વાત માની નહીં અને તેની સાથે ખરાબ વર્તન કર્યું.

મહિલા ડૉક્ટરનો આરોપ છે કે હોસ્પિટલ જતી વખતે સ્થાનિક કોન્સ્ટેબલે તેને રોકી દીધી. કોન્સ્ટેબલ તેને એસીપી પીવી ગણેશની પાસે લઈ ગયો. આરોપ છે કે આઈકાર્ડ દર્શાવવા છતાંય એસીપીએ તેની સાથે ખરાબ વર્તન કર્યું અને લાફો મારી દીધો.

તેણે વધુમાં જણાવ્યું કે, એસીપીએ મને કહ્યું કે, શું મારામાં થોડી શરમ છે? લૉકડાઉન દરમિયાન ઘરેથી બહાર કેમ નીકળી? ભણેલી-ગણેલી હોવા છતાંય શું મને લૉકડાઉનનો અર્થ નથી ખબર.

ડૉક્ટરએ આ ઉપરાંત જણાવ્યું કે, મેં પહેલા તો તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે હું એક ડૉક્ટર છુંઉ અને મારી પાસે ઘરથી બહાર નીકળવાનું કારણ છે. પરંતુ આ દરમિયાન એસીપીએ મને લાફો મારી દીધો એન વાળ ખેંચીને પોલીસ સ્ટેશન સુધી લઈને ગયા. ત્યાં કોઈ મહિલા અધિકારી પણ નહોતી.


ડૉકટરે મારપીટ અને ખરાબ વર્તન કરનારા પોલીસ અધિકારીની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, પોલીસ અધિકારીએ માફી માંગ્યા બાદ તેણે પોતાની ફરિયાદ પાછી લઈ લીધી છે.આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઃ કોરોના વાયરસના કારણે બંધ પાળવાથી દેશ થઈ શકે છે બરબાદ

મહિલા ડૉક્ટરએ કહ્યું કે, આપણે સૌ કોરોના વાયરસથી લડી રહ્યા છીએ. પોલીસ હોય કે ડૉક્ટર, બંને જનતા માટે કામ કરે છે. મને નથી લાગતું કે આ સમય એક-બીજા સાથે લડવાનો છે. પોલીસ અધિકારીએ માફી માંગી લીધી અને મેં પણ મારી ફરિયાદ પાછી લઈ લીધી છે. મહેરબાની કરીને ડૉક્ટરની સાથે આવું વર્તન ન કરો. કોરોના વાયરસના કારણે અમે પહેલાથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ.

(અંગ્રેજીમાં સમગ્ર સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.)

આ પણ વાંચો,  Corona Lock Down: એક ફોન કૉલથી ઘરે મળી શકશે ખાવાનો સામાન! હેલ્પલાઇન નંબર જાહેર કરવાની તૈયારી
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading