વેક્સિનના બે ડોઝ લેનારાઓને ભારતમાં હવાઈ યાત્રા માટે નેગેટિવ રિપોર્ટની પણ જરૂર નથી: સરકારની વિચારણા

 • Share this:
  નવી દિલ્લી: કેન્દ્ર સરકાર એક એવો નિયમ બનાવવા વિચારણ કરી રહ્યું છે કે, જેમાં કોરોના સંકટ દરમિયાન ધરેલુ હવાઈ યાત્રામાં કોઈ પણ રીતે તકલીફ ન પડે અને રાજ્યો દ્વારા આરટીપીસીઆર રીપોર્ટની જંજટમાંથી છુટકારો મળી જાય... આ નિયમ એ લોકો માટે બનાવવામાં આવશે જે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીઘા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ ANIને કહ્યું કે, આરોગ્ય મંત્રાલયની સંયુક્ત ટીમ, કેટલાંક કેન્દ્રીય પ્રધાનો અને ભાગીદારો આ રસીના બંને ડોઝ મેળવનારા લોકોને આરટી-પીસીઆર અહેવાલ વિના હવાઇ મુસાફરી કરી શકે છે કે, કેમ તે અંગે અંતિમ નિર્ણય પર વિચાર કરી રહ્યા છે.

  તેમણે કહ્યું કે આ મામલે અંતિમ નિર્ણય ફક્ત એમ.સી.એ., નોડલ એજન્સીઓ અને આરોગ્ય નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે લેવામાં આવશે નહીં, પરંતુ અંતિમ નિર્ણય લોકોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. પુરીએ જણાવ્યું હતું કે હાલમાં, જ્યાં ચેપના વધુ કેસો છે, ત્યાં ઘરેલું મુસાફરોને એક રાજ્યથી બીજા રાજ્યનો પ્રવાસ કરવો ફરજિયાત છે.

  વધુમાં તેમણે કહ્યું, કે "સ્વાસ્થ્ય એ રાજ્યનો મુદ્દો છે, મુસાફરો પાસેથી આરટી-પીસીઆર રિપોર્ટ માંગવો એ કોઈ રાજ્યનો સંપૂર્ણ અધિકાર છે." તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે હવાઈ મુસાફરી માટે 'રસી પાસપોર્ટ' હોવાની ચર્ચા છે, ભારતે વાંધા ઉઠાવ્યા છે અને તેને 'ભેદભાવપૂર્ણ' વિચાર ગણાવ્યો છે.

  કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જી 7 દેશોની બેઠકમાં 'રસી પાસપોર્ટ' પર ભારતની ચિંતાઓ ઉઠાવતા કહ્યું કે, રોગચાળો કટોકટીમાં 'રસી પાસપોર્ટ'ના વિચાર પ્રત્યે પોતાનો સખત વિરોધ અને ચિંતા વ્યક્ત કરે છે. વિકાસશીલ દેશોમાં ખૂબ ઓછી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી છે, અને મોટાભાગની વસ્તી રસીનો ડોઝ લઈ શક્યો નથી, તેથી 'રસી પાસપોર્ટ' નો વિચાર ભેદભાવપૂર્ણ લાગે છે.
  Published by:kuldipsinh barot
  First published: