Coronavirus: સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધનને કહ્યું, '.. સૌથી પહેલા હું લગાવીશ કોરોના વેક્સીન', જાણો કોને પહેલા મળશે વેક્સીન

News18 Gujarati
Updated: September 13, 2020, 9:19 PM IST
Coronavirus: સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધનને કહ્યું, '.. સૌથી પહેલા હું લગાવીશ કોરોના વેક્સીન', જાણો કોને પહેલા મળશે વેક્સીન
ફાઈલ તસવીર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને રવિવારે કહ્યું કે કોવિડ-19 વેક્સીનને પ્રાથમિકતાના આધાર ઉપર મોર્ચા ઉપર કામ કરી રહેલા સ્વાસ્ત્ય કર્મીઓ, વરિષ્ઠ નાગરિકો અનેય બીમારીથી પીડીત લોકો આપવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Union Health Minister Dr. Harshvardhan)ને રવિવારે કહ્યું કે જો લોકોને કોરોના વાયરસની (Coronavirus) વેક્સીન અંગે વિશ્વાસની કમી છે તો સૌથી પહેલા હું વેક્સીન (Coronavirus Vaccine) લગાવડાવીશ. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ વેક્સીન આવ્યા બાદ પ્રાથમિકતાના હિસાબથી વેક્સીન આપવામાં આવશે. હર્ષવર્ધનને કહ્યું કે કોવિડ વેક્સીન અંગે આપાતકાલીન પ્રાધિકરણને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને રવિવારે કહ્યું કે કોવિડ-19 વેક્સીનને પ્રાથમિકતાના આધાર ઉપર મોર્ચા ઉપર કામ કરી રહેલા સ્વાસ્ત્ય કર્મીઓ, વરિષ્ઠ નાગરિકો અનેય બીમારીથી પીડીત લોકો આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો લોકોના મનમાં કોવિડ વેક્સીન અંગે કોઈ ભ્રમની સ્થિતિ હોય તો તે પોતે પહેલા વેક્સીન લગાવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં ત્રણ વેક્સીન ઉમેદવારો ક્લિનિકલ ટ્રાયલના વિવિધ ચરણોમાં છે. જેમાંથી બે ભારતના છે જ્યારે ત્રીજો ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું છે. તાજેતરમાં ઓક્સફોર્ડ વેક્સીનના ટ્રાયલ ઉપર રોક લગાવી હતી.

આ કારણે લાગી હતી રોક

વેક્સીનના મનુષ્ય ઉપર પરીક્ષણ શરૂ થયા પહેલા પરીક્ષણમાં સામેલ એક પ્રતિભાગી ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડવાની બાબત સામે આવી હતી. ત્યારબા ટ્રાયલ ઉપર રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ સીરમ ઈન્સ્ટીટ્યૂચ ઓફ ઈન્ડિયા ભારતીયએ શનિવારે કહ્યું કે તે ભારતના ઔષધિય મહાનિયંત્રક (DCGI)ની મંજૂરી મળ્યા બાદ આસ્ટ્રા જેનેકાની કોવિડ-19 વેક્સીનનું ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરશે.

આ પણ વાંચોઃ-સુરતઃ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બળજબરી શરીર સંબંધ બાંધનાર 'મંગેતર' સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યાઆ પણ વાંચોઃ-અમદાવાદઃ 10 દિવસમાં સોનામાં રૂ.1000 વધારો અને ચાંદીના ભાવમાં રૂ.2500નો થયો કડાકો, આગળ શું થશે?

બ્રિટનમાં શરું થયું પરીક્ષણ
દવા કંપની આસ્ટ્રા જેનેકાએ શનિવારે કહ્યું કે બ્રિટનમાં મેડિસિન હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ આસ્ટ્રા જેનેકા ઓક્સફોર્ડ કોરોના વાયરસની વેક્સીન એજેડડી 1222નું ક્લિનિકલ પરીક્ષણ શરુ કર્યું છે. ઓથોરિટીએ કહ્યું કે, પરીક્ષણ સુરક્ષિત છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક નિવેદનમાં કહ્યું કે ડીસીજીઆઈ પાસેથી મંજૂરી મળ્યા બાદ પરીક્ષણ શરૂ કરશે.

એસાઈઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી આદર પૂનાવાલાએ કહ્યું કે મેં પહેલા કહ્યું એમ જ્યાં સુધી પરીક્ષણ પુરું નહીં થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચવું ન જોઈએ. જોકે, ઘટનાની શ્રૃંખલા આ વાતનું સ્વષ્ટ ઉદાહરમ છે કે કેમ આપણે પક્ષપાતપૂર્ણ ન હવું જોઈએ. અંત સુધી પ્રક્રિયાનું સમ્નાન કરવું જોઈએ.
Published by: ankit patel
First published: September 13, 2020, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading