કોરોના વાયરસ : દેશમાં 5734 લોકો સંક્રમિત, સરકારે 49,000 વેન્ટીલેટર, 1.7 કરોડ PPEના ઓર્ડર આપ્યા

News18 Gujarati
Updated: April 9, 2020, 9:51 PM IST
કોરોના વાયરસ : દેશમાં 5734 લોકો સંક્રમિત, સરકારે 49,000 વેન્ટીલેટર, 1.7 કરોડ PPEના ઓર્ડર આપ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું - છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ સામે આવ્યા

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું - છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ સામે આવ્યા

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 5734 પોઝિટિવ કેસની પૃષ્ટિ છે અને કુલ 166 મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધી 473 લોકો સ્વસ્થ બનીને ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ સામે આવ્યા છે અને 17 મોત થયા છે. અગ્રવાલે જાણકારી આપી હતી કે PPE,માસ્ક અને વેન્ટીલેટરની સપ્લાય હવે શરુ થઈ ગઈ છે. ભારતમાં 20 ઘરેલું નિર્માતાને PPE માટે વિકસિત કરવામાં આવી છે. 1.7 કરોડ PPE માટે ઓર્ડર આપ્યા છે અને સપ્લાય પણ આવવાની શરુ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે 49,000 વેન્ટીલેટરના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે.

સંયુક્ત સચિવે જાણકારી આપી હતી કે બધાને PPEની આવશ્યકતા નથી. સૌથી જરુરી વાત છે કે PPE પર્યાપ્ત હોય કે ના હોય પણ વસ્તુઓનો ઉપયોગ તેની જરુરત પ્રમાણે થાય, બધી વસ્તુઓને ઉચિત પ્રક્રિયાના હિસાબથી ઉપયોગ કરવો જોઈએ. જો આપણે એન 95 માસ્કને એક પેશન્ટને જોયા પછી ફેંકી દઈએ અને તેનો ઉપયોગ 8 કલાક માટે નથી કરતા તો તે ખોટો ઉપયોગ કહેવાશે.

આ પણ વાંચો - રેલવેનો કોરોનાથી બચવા નવતર પ્રયાસ, કાલુપુર રેલવે સ્ટેશન પર સેનિટાઇઝ ટનલ બનાવી

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે બે સીએસઆઈઆર પ્રયોગશાળાને વાયરસના આખા જીનોમ અનુક્રમણની શરુઆત કરી છે. તેમણે બતાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે વેન્ટીલેટર પ્રબંધન માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહાયતા કરવા માટે ઉચ્ચ સ્તરીય બહુ વિષયક ટીમો ગઠિત કરી છે. આવી 10 ટીમોને 9 રાજ્યોમાં મોકલવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે બતાવ્યું કે રેલવે તરફથી 2500 ડોક્ટર્સ અને 35000 પેરામેડિક્સ સ્ટાફની નિમણુક કરવામાં આવી છે. 80,000 આઈસોલેશન બેડ બનાવવા માટે ઓર્ડર પર ભારતીય રેલવેએ પોતાના 5000 કોચને આઈસોલેશન યૂનિટમાં કન્વર્ટ કરી રહ્યા છે. જેમાં 3250 કન્વર્ટ કરી ચૂક્યા છે.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading