સરકારે ધાર્મિક સ્થળ, મોલ્સ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન

સરકારે ધાર્મિક સ્થળ, મોલ્સ અને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન

ફેસ માસ્ક, હેન્ડ વોશ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો ફરજિયાત

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી (coronavirus)થી બચાવ માટે સરકારે ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ફેસ માસ્ક, હેન્ડ વોશ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. આ સાથે થૂંકવા પર પ્રતિબંધ છે. ધાર્મિક સ્થળો માટે દિશા નિર્દેશ જાહેર કરતા સરકારે કહ્યું કે આપણે અનલૉક 1.0નમાં આગળ વધી રહ્યા છીએ. આ સાથે આપણે કોવિડ-19થી બચાવ માટે પોતાના વ્યવહારમાં કેટલીક બાબતોને સામેલ કરવી જોઈએ.

  આવા છે કેટલાક નિયમો

  - ચહેરો કવર કરવા માટે ફેસ માસ્ક કે કપડાનો ઉપયોગ
  - સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
  - થૂંકવા પર સખત પ્રતિબંધ
  - સાબુ-સેનિટાઇઝરથી હાથ ધોવા
  - સાર્વજનિક સ્થળ પર પ્રવેશ માટે લાઇનમાં લાગતા સમયે 6 ફૂટની દૂરી બનાવી રાખો
  - રુમાલ કે અન્ય ચીજોથી મો અને નાકને સારી રીતે કવર કરે, ઉપયોગ પછી તેને સારી રીતે ડિસ્પોઝ કરે
  - પોતાના સ્વાસ્થ્યનો જાતે ખ્યાલ રાખો
  - જો બીમાર છો તો જાતે જાણકારી આપો
  - આરોગ્ય સેતૂનો ઉપયોગ કરો

  આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 495 કેસ નોંધાયા, 24 કલાકમાં 31 દર્દીના મોત

  આ લોકોને ઘરમાં રહેવાની સલાહ

  - 65 વર્ષથી વધારે ઉંમરના ઘરડાં લોકો
  - 10 વર્ષથી નાના બાળકો
  - ગર્ભવતી મહિલાઓ
  - એવા લોકો જેમને બીપી, ડાઇબિટીસ જેવી બીમારી છે

  પ્રવેશ કરવાના નિયમો

  - પ્રવેશના સમયે સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રીનિંગનો ફરજિયાત ઉપયોગ
  - જેમનામાં કોરોનાના લક્ષણો ના હોય ફક્ત તેમને જ પ્રવેશ
  - જેમના ચહેરા ઢાંકેલા હોય કે માસ્ક લગાવેલો હોય તેમને જ પ્રવેશ આપવો
  - પ્રવેશ કરવા અને બહાર નિકળવા માટે અલગ-અલગ દ્વાર
  - દૂરી રહે તે માટે વિશિષ્ટ ચિન્હ બનાવવા
  - પાર્કિગ અને બહારની ભીડને કંટ્રોલ કરવા માટે વ્યવસ્થા
  Published by:Ashish Goyal
  First published: