રાહતના સમાચારઃ આ કંપની 30,000 લોકો પર કરશે COVID-19 વેકસીનનું ફાઇનલ ટેસ્ટિંગ

રાહતના સમાચારઃ આ કંપની 30,000 લોકો પર કરશે COVID-19 વેકસીનનું ફાઇનલ ટેસ્ટિંગ
અમેરિકાની Moderna Inc કંપની જુલાઈમાં કોરોના સામેની વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ કરશે

અમેરિકાની Moderna Inc કંપની જુલાઈમાં કોરોના સામેની વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ કરશે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) વિકસિત કરનારી ફ્રન્ટ રનર્સ પૈકીની એક Moderna Incએ પુષ્ટિ કરી છે કે તે જુલાઈમાં પોતાની વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ કરશે. પરીક્ષણ અંતિમ ચરણમાં પ્રવેશ કરી રહ્યું છે. કંપની 30,000 સ્વયંસવકો પર આ વેક્સીનનું પરીક્ષણ કરશે.

  કેમ્બ્રિજ, મૈસાચુસેટ્સ બેઝ્ડ બાયોટેક અનુસાર, તમના અધ્યયનનું મુખ્ય લક્ષ્ય રોગસૂચક કોરોના વાયરસને રોકવાનું હશે જે COVID-19ના કારણે થતી બીમારી છે. તેમનું બીજું લક્ષ્ય લોકોને હૉસ્પિટલોથી બહાર રાખવા માટે આ ગંભીર બીમારીને ફેલાતી રોકવાનું છે.  લેટ-સ્ટેજ સ્ટડી માટે અને ઇમ્યૂન રિસ્પોનસને મહત્તમ કરવા અને પ્રતિકૂળ પ્રતિક્રિયાઓને ઓછી કરવા માટે કંપનીએ 100-માઇકોગ્રામ ડોઝની પસંદગી કરી છે. આ ડોઝ એટલે કે ખોરાકના સ્તરના આધાર પર, કંપનીનું લક્ષ્ય પ્રતિ વર્ષ 500 મિલિયન વેક્સીન તૈયાર કરવી અને સંભવતઃ 2021ની શરૂઆતથી 1 બિલિયન સુધી પહોંચવાનું છે. કંપની સ્વિસ દવા નિર્માતા લોન્જાની સાથે વ્યૂહાત્મક સહયોગમાં કામ કરી રહી છે.

  આ પણ વાંચો, Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત

  Moderna Incના શૅરોમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે તેણે ફેઝ-3ના પરીક્ષણ માટે પૂરતા ડોઝનું નિર્માણ પૂરું કરી દીધું છે.

  નોંધનીય છે કે, હાલ દુનિયામાં લગભગ 100 વેક્સીન વિકસિત કરવામાં આવી રહી છે. વાયરસને ડિક્રિપ્ટ કરવામાં સૌથી આગળ જે કંપનીઓ છે તેમાં એસ્ટ્રાજેનેકા, ફાઇઝર, બાયોએનટેક, જૉનસન એન્ડ જૉનસન, મર્ક, મોડર્ન, સનફો અને ચીનની કેન્સિનો બાયોલોજિક્સ સામેલ છે.

  જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ, કોરોના વાયરસે વૈશ્વિક સ્તરે 7.2 મિલિયનથી વુધ લોકોને સંક્રમિત કર્યા છે.

  આ પણ વાંચો, કોરોનાના સૌથી વધુ કેસોમાં ભારત ચોથા નંબરે, અમેરિકા, બ્રાઝીલ, રશિયામાં શું છે સ્થિતિ?
  First published:June 12, 2020, 09:01 am