Home /News /national-international /ગુજરાતમાં સ્કૂલ-કોલેજો બંધ રાખવા કેન્દ્રનો આદેશ, આરોગ્ય સચિવે એડવાઈઝરીને ફેક ગણાવી

ગુજરાતમાં સ્કૂલ-કોલેજો બંધ રાખવા કેન્દ્રનો આદેશ, આરોગ્ય સચિવે એડવાઈઝરીને ફેક ગણાવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પરિપત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને સિક્કીમ આ ચાર રાજ્યોમાં 14થી 21 માર્ચ 2020 સુધી રજાઓ રાખવા માટેની સૂચના આપી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પરિપત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને સિક્કીમ આ ચાર રાજ્યોમાં 14થી 21 માર્ચ 2020 સુધી રજાઓ રાખવા માટેની સૂચના આપી છે.

    નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. વિશ્વના 120થી વધુ દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે ભારત સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે કેટલાક પગલાં ઉઠાવ્યા છે. ભારત સરકારના (Government of India) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના(ministry of health & family welfare) નામે એક પરિપત્ર જાહેર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

    જેમાં ભારતના ચાર રાજ્યોમાં શાળા કોલેજો સહિત અન્ય સંસ્થાઓમાં 14 માર્ચ 2020થી 21 માર્ચ 2020 સુધી રજા રાખવા માટે મંત્રાલય દ્વારા આદેશ કરાયો છે. જોકે, સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકાર દ્રારા રજૂ કરાયેલી એડવાઈઝરીને ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જ્યંતિ રવીએ ફેક ગણાવી હતી.



    જ્યંતિ રવીએ જણાવ્યું હતું કે, હેલ્થ મંત્રાલય દ્વારા હાજેર કરાયેલો પત્ર ખોટો છે. આ અંગે લોકો ગેરમાર્ગે ન દોરાય એ માટે હેલ્થ અગ્ર સચિવે અપીલ પણ કરી છે. વાયરસની દહેશનતના પગલે રજા જાહેર કરતો પત્ર વાયરલ થયો છે.

    સોશિયલ મીડિયામાં ફરતી થયેલી એડવાઈઝરમાં પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને સિક્કીમ આ ચાર રાજ્યોમાં 14થી 21 માર્ચ 2020 સુધી રજાઓ રાખવા માટેની સૂચના આપી છે. પરિપત્ર પ્રમાણે આ તમામ રાજ્યોમાં ચાલતી તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણીક સંસ્થાઓમાં રજા રાખવા માટે આદેશ આપ્યો છે.

    ફરતી થયેલી એડવાઈઝરની તસવીર


    આ ઉપરાંત પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે 10 કરતા વધારે કર્મચારીઓ ધરાવતી જગ્યાઓને પણ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. જે સંસ્થાએ આ કેન્દ્રની આ સૂચનાનો બંઘ કર્યો તો તેને 5000 રૂપિયા પ્રતિ દિન દંડ ભરવો પડશે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો