કોરોના વાયરસ લૉકડાઉન : ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂર્ણ થતી હોય તો શું કરશો?

પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન વચ્ચે જો કોઈના ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે કોઈ દસ્તાવેજની મુદત પૂર્ણ થતી હોય તો શું કરવું?

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસના ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ 21 દિવસના લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરી છે. જેના પગલે 14મી એપ્રિલ સુધી આવશ્યક ન હોય તેવી તમામ કચેરીઓ, કંપનીઓ, દુકાનો બંધ રહેશે. આવા સમયે એવા લોકોને ખાસ મુશ્કેલી પડી રહી છે જેમના અગત્યના દસ્તાવેજો (Document)જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) રિન્યૂ કરવાની તારીખ આ દિવસોમાં આવતી હોય. આ મામલે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે લોકોના મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ્સ (Motor Vehicle Documents) અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ ગયા હોય તેઓને 30મી જૂન સુધીની મુદત આપવામાં આવશે. એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ કોઇના ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂર્ણ થતી હશે તો તે હવે 30મી જૂન સુધી માન્ય ગણાશે.

  રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કરવામાં આવ્યો છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ, વાહન નોંધણીના પેપર સહિતને 30મી જૂન સુધી માન્ય રાખવા.

  લૉકડાઉનના સમયમાં લોકોને પોતાના મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ સહિતને ફરીથી નોંધણી કરાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે. આથી લોકોના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દસ્તાવેજોમાં ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટો, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનની નોંધણી આ ઉપરાંત મોટર વ્હીકલ નિયમ પ્રમાણે જાહેર કરવામાં આવેલા તમામ દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આવા દસ્તાવેજો કે જેની મુદત 1 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતી હશે તે તમામ હવે 30 જૂન સુધી માન્ય રહેશે.

  આ પણ વાંચો : લૉકડાઉનમાં ખાખીની હૃદયસ્પર્શી કહાની: અમદાવાદનાં PIના ઘરે પારણું બંધાયું, હજી નથી જુલાવ્યો હિંંચકો

  સરકારે તમામ રાજ્યોને આ નવી માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે આ સંકટની ઘડીમાં જીવનજરૂરી સેવા આપતા લોકો, ટ્રાન્સપોર્ટરો અને સંસ્થાઓને કોઈ મુશ્કેલી ન પડે.
  Published by:Vinod Zankhaliya
  First published: