ટ્રમ્પે ઇમ્રિગ્રેશન મોકૂફી આદેશ પર સહી કરી, ગ્રીન કાર્ડ ઇસ્યૂ કરવા પર પ્રતિબંધ

અમેરિકી સમાચાર વેબસાઇટ ધ હિલે ટ્રમ્પના હવાલે કહ્યું હતું કે "આ ચોક્કસથી વાયરસને નાબૂદ કરી શકે છે અને હાથ પરના વાયરસને મારી શકે છે. અને તે વસ્તુઓને સારી બનાવે છે. આ સંવાદાતાઓથી વ્યંગ્યાત્મક પ્રશ્નના રૂપમાં કરવામાં આવ્યો હતો."

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના નાગરિકોની નોકરીઓ બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે

 • Share this:
  વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ આગામી 60 દિવસ માટે નવા ગ્રીન કાર્ડ ઈસ્યૂ કરવા કે સ્થાયી નિવાસીની મંજૂરી આપવાની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવતા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. તેઓએ કહ્યું કે તેમાં કેટલીક છૂટ પણ મળશે. તેની સાથે જ તેઓએ કહ્યું કે તેને આગળ લંબાવી પણ શકાય છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે અર્થવ્યવસ્થા પર જે અસર પડી છે તેને ધ્યાનમાં રાખતા અમેરિકોની નોકરીઓની સુરક્ષા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

  ટ્રમ્પે કોરોના વાયરસ પર વ્હાઈટ હાઉસમાં પોતાના નિયમિત સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે,અમેરિકા ફરીથી ખુલતાં સૌથી પહેલા બેરોજગાર અમેરિકનોને નોકરીઓ મળવામાં મદદ મળશે. જોકે આ પગલાથી એ લોકો પર કોઈ અસર નહીં જાય છે જે અસ્થાયી રીતે દેશમાં આવી રહ્યા છે. અનેક લોકોનું માનવું છે કે જે લોકો H1-B જેવા નૉન ઇમિગ્રેશન વિઝા પર રહે છે તેમની પર તેની કોઈ અસર નહીં પડે.


  બીજી તરફ, વિપક્ષી ડેમોક્રેટ્સે આરોપ લગાવ્યો છે કે કોરોના વાયરસનો સામનો કરવા માટે સરકાર કંઈ કરી નથી શકી અને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીથી ધ્યાન હટાવવા માટે આ પગલું ભર્યું છે.

  આ પણ વાંચો, કોરોના પર WHOની નવી ચેતવણીઃ ‘ભૂલ કરતાં નહીં, લાંબા સમય સુધી સાથે રહેશે વાયરસ

  ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ઇમિગ્રન્ટ્સ પર આ પ્રતિબંધથી મહત્વપૂર્ણ ચિકિત્સા સંસાધનોને અમેરિકાના નાગરિકો માટે બચાવીને રાખવામાં પણ મદદ મળશે. અમેરિકાની અર્થવ્યવસ્થા પર પડી રહેલી કોરોના વાયરસની અસરના કારણે આ અભૂતપૂર્વ પગલું ભરવું પડ્યું છે. કૉંગ્રેસની અનુસંધાન સેવાના હાલના રિપોર્ટ મુજબ લગભગ 10 લાખ વિદેશી વર્કર્સ અને તેમના પરિવારના સભ્યો ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઈ રહ્યા છે.

  આ પણ વાંચો, પોતાને ઝડપથી બદલી રહ્યો છે કોરોના, ચીનમાં મળ્યા આ વાયરસના 30 પ્રકાર
  Published by:Mrunal Bhojak
  First published: