પુતિનને કોરોના સંક્રમણનો ખતરો, જે ડૉક્ટર સાથે હાથ મેળવ્યા તે જ સંક્રમિત થયા

News18 Gujarati
Updated: April 1, 2020, 10:11 AM IST
પુતિનને કોરોના સંક્રમણનો ખતરો, જે ડૉક્ટર સાથે હાથ મેળવ્યા તે જ સંક્રમિત થયા
રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને સુરક્ષાની કોઈ તકેદારી રાખ્યા વગર ડૉક્ટર સાથે હાથ મેળવતાં સંક્રમણનો ખતરો

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને સુરક્ષાની કોઈ તકેદારી રાખ્યા વગર ડૉક્ટર સાથે હાથ મેળવતાં સંક્રમણનો ખતરો

  • Share this:
મોસ્કોઃ રશિયા (Russia)ના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સુધી પણ કોરોના સંક્રમણ (Coronavirus)નો ખતરો પહોંચી ગયો છે. એવું જાણવા મળ્યું છે કે એક એવા ડૉક્ટર કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે જેમણે થોડા દિવસ પહેલા પુતિન સાથે મુલાકાત કરી હતી ઉપરાંત તેમની સાથે હાથ પણ મિલાવ્યા હતા. આ ડૉક્ટર બીજું કોઈ નહીં પરંતુ મોસ્કો (Moscow)ની કોરોના વાયરસ હૉસ્પિટલના ચીફ છે અને પતિને થોડા દિવસ પહેલા આ હૉસ્પિટલની મુલાકાત કરી હતી.

ક્રેમલિને કહ્યું, રાષ્ટ્રપ્રમુખની તબિયત સારી છે

જોકે, આ અહેવાલ સામે આવ્યા બાદ ક્રેમલિને એક નિવેદન જાહેર કરીને રા     ષ્ટ્રપ્રમખુ પુતિનનની તબિયત વિશે જાણકારી આપી છે અને કહ્યું છે કે કોઈ પ્રકારની ચિંતાની વાત નથી. ક્રેમલિને જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખની તબિયત સારી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ડૉક્ટર ડેનિસ પ્રોત્સેનકોએ પુતિન સાથે તેમની હૉસ્પિટલના નિરીક્ષણ દરમિયાન મુલાકાત કરી હતી. જોકે, આ દરમિયાન ડૉક્ટરે રક્ષાત્મક સૂટ પહેરેલો હતો. પરંતુ બાદમાં ડૉક્ટર અને પુતિન કોઈ સુરક્ષાની તકેદારી રાખ્યા વગર વાત કરતાં અને હાથ મેળવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો, Corona: તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 4373 લોકોનાં મોત, સામે આવ્યા 73,639 નવા કેસ

ક્રેમલિનના પ્રવક્તા દેમિત્રી પેસ્કોવે રશિયાના સમાચાર સંગઠનોને જણાવ્યું કે પુતિન નિયમિત રીતે તપાસમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતાની વાત નથી. પેસ્કોવે કહ્યું કે, તમામ ચીજો ઠીક છે. અત્યાર સુધી રશિયામાં કોરોના વાયરસથી કુલ 2337 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 17 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો, કોરોનાઃ ભારતે દક્ષિણ કોરિયાનું મૉડલ અપનાવવું પડશે, 20 હજાર તપાસ કેન્દ્રોની જરૂરિયાત
First published: April 1, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading