Home /News /national-international /COVID-19:ભારત પાસે હશે દુનિયાની પ્રથમ DNA વેક્સીન ઝાયકોવ-ડી, ત્રીજા ફેઝના ટ્રાયલ ચાલું

COVID-19:ભારત પાસે હશે દુનિયાની પ્રથમ DNA વેક્સીન ઝાયકોવ-ડી, ત્રીજા ફેઝના ટ્રાયલ ચાલું

કોરોના વાયરસ (coronavirus)સામેના જંગમાં ભારતને હથિયાર તરીકે જલ્દી બીજી એક વેક્સીન મળવાની છે

કોરોના વાયરસ (coronavirus)સામેના જંગમાં ભારતને હથિયાર તરીકે જલ્દી બીજી એક વેક્સીન મળવાની છે

નવી દિલ્હી : કોરોના વાયરસ (coronavirus)સામેના જંગમાં ભારતને હથિયાર તરીકે જલ્દી બીજી એક વેક્સીન મળવાની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (health minister mansukh mandaviya)મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે ઝાયડસ કેડિલા કંપનીની કોવિડ-19 વેક્સીન (zydus cadila vaccine)ઝાયકોવ-ડી ના ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણ ચાલું છે. આ કોરોના વાયરસ સામે એક પ્લાસ્મિડ ડીએનએ વેક્સીન છે. માંડવિયાએ સદનને જણાવ્યું કે જો વેક્સીન બધા પરીક્ષણોમાં પાસ થઇ જાય અને તેને દેશમાં ઉપયોગની મંજૂરી મળે તો આ કોરોના વેક્સીનને રોકવા માટે દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત વેક્સીન અને દેશમાં ઉપલબ્ધ ચોથી વેક્સીન હશે.

માંડવિયાએ કહ્યું કે દેશમાં વેક્સીનેશનની ઝડપ વધારવા માટે ભારતીય કંપનીઓ વેક્સીનનું પ્રોડક્શન વધારી રહી છે. તેમણે રાજ્યસભામાં દેશમાં કોરાના મહામારીનું પ્રબંધન, ટિકાકરણનું કાર્યાન્વયન અને સંભવિત ત્રીજી લહેરને જોતા નીતિ અને પડકાર વિષય પર થયેલા અલ્પકાનિક ચર્ચા દરમિયાન જણાવ્યું કે કેડિલા હેલ્થકેયર લિમિટેડના ડીએનએ આધારિત વેક્સીનના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો - દક્ષિણ આફ્રિકામાં ભભૂકેલી હિંસામાં ભારતીયો શા માટે બની રહ્યા છે શિકાર?

ડીએનએ પ્લાજ્મિડ આધારિત ઝાયકોવ-ડી ના ત્રણ ડોઝ હશે. જેને બે થી ચાર સેલ્સિયસ તાપમાન પર રાખવામાં આવી શકે છે અને કોલ્ડ ચેઇનની જરૂરત નહીં હોય. તેનાથી દેશના કોઇપણ ભાગમાં તેને આસાનાથી પહોંચાડી શકાશે.

ઝાયડસ કેડિલાએ એક જુલાઇએ કહ્યું હતું કે તેણે પોતાની કોવિડ-19 વેક્સીન ઝાયકોવ-ડી ના ઇમરજન્સી ઉપયોગ માટે કેન્દ્રીય ઔષધિ નિયામક પાસે મંજૂરી માંગી છે. કંપનીએ કહ્યું હતું કે તેણે ભારતમાં અત્યાર સુધી 50થી વધારે કેન્દ્રોમાં પોતાના કોવિડ-19 વેક્સીનેશન માટે ક્લિનિકલ પરીક્ષણ કર્યું છે.
First published:

Tags: Coronavirus dna vaccine, Health Minister, Zydus cadila vaccine, ભારત, મનસુખ માંડવીયા, રાજ્યસભા