Covid-19: ભારતમાં 20 દિવસમાં અઢી ગણો થયો ડેથ રેટ, જુલાઈ વધુ ખતરનાક

News18 Gujarati
Updated: June 22, 2020, 7:30 AM IST
Covid-19: ભારતમાં 20 દિવસમાં અઢી ગણો થયો ડેથ રેટ, જુલાઈ વધુ ખતરનાક
જુલાઈ અને ઓગસ્ટમાં ભારતમાં કોરોનો પીક પર હોઈ શકે છે, એવામાં ખતરો ઘણો વધી ગયો છે

જુલાઈ અને ઓગસ્ટમાં ભારતમાં કોરોનો પીક પર હોઈ શકે છે, એવામાં ખતરો ઘણો વધી ગયો છે

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ખતરનાક થઈ રહ્યું છે. 1 જૂને દેશમાં 2 લાખ લોકો પણ આ વાયરસની ઝપટમાં નહોતા આવ્યા, પરંતુ માત્ર 22 દિવસમાં આ આંકડો સવા ચાર લાખ સુધી પહોંચી ગયો છે. વધતું સંક્રમણ ચિંતાનો વિષય છે જ, પરંતુ તેનાથી પણ ડરાવતી વાત ડેથ રેટ વધવો છે. ભારત (India)માં માત્ર 20 દિવસમાં કોવિડ-19નો ડેથ રેટ (Covid-19 Death Rate) અઢી ગણો વધી ગયો છે. આ દરમિયાન દુનિયાનો ડેથ રેટ પણ વધ્યો છે, પરંતુ તે ભારતના મુકાબલે ઓછો છે.

આ મહિનાની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસનો ડેથ રેટ 4 હતો. ભારતે 2 જૂને કોરોનાના 2 લાખ કેસનો આંકડો પૂરો કર્યો. ત્યારે પણ દેશમાં ડેથ રેટ 4 જ હતો. પરંતુ આ મહિનો જેમ-જેમ આગળ વધ્યો, તેમ-તેમ ડેથ રેટ પણ વધતો ગયો. આજની તારીખમાં ડેથ રેટ 10 છે. એટલે કે માત્ર 20 દિવસની અંદર ભારતમાં ડેથ રેટ અઢી ગણો વધી ગયો છે.

આ પણ વાંચો, કોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

મોતના વધતા આંકડા એ લોકો માટે ચેતવણી છે, જે કોવિડ-19ને ગંભીરતાથી નથી લઈ રહ્યા અને કોઈ કારણ વગર ઘરથી બહાર જઈને રસ્તાથી લઈને બજારમાં ભીડ વધારી રહ્યા છે. જો આવી જ સ્થિતિ રહી તો જૂનના અંત અને જુલાઈ સુધી ભારતમાં કોરોનાનો ડેથ રેટ હજુ પણ વધી શકે છે. અનેક રિપોર્ટ્સ કહી રહ્યા છે કે જુલાઈ અને ઓગસ્ટમાં ભારતમાં કોરોનો પીક પર હોઈ શકે છે. એવામાં ખતરો ઘણો વધી ગયો છે.

હવે દુનિયાની વાત કરી લઈએ. આજે જ્યારે દેશમાં કોરોનાનો ડેથ રેટ 10 છે, ત્યારે દુનિયાનો સરેરાશ 60 છે. એટલે કે આ વાયરસ પ્રતિ 10 લાખ વસ્તી પર ભારતમાં 10 અને દુનિયામાં 60 લોકો જીવ ગુમાવી રહ્યા છે. નોંધનીય છે કે, જૂનની શરૂઆતમાં દુનિયાનો ડેથ રેટ 52 હતો. સ્પષ્ટ છે કે ભારતમાં ડેથ રેટ વધવાની ઝડપ દુનિયાની સરેરાશ કરતાં ઘણી વધારે છે. Worldometers મુજબ, દુનિયામાં 90 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.આ પણ વાંચો, કોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી
First published: June 22, 2020, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading