liveLIVE NOW

Covid 19 LIVE: લૉકડાઉન વધાર્યા બાદ કાલે મોદી કેબિનેટની બેઠક, રાહત પેકેજની થઇ શકે છે જાહેરાત

  • News18 Gujarati
  • | April 14, 2020, 14:30 pm
    facebookTwitter
    LAST UPDATED Tue Apr 14 2020

    AUTO-REFRESH

    14:25 (IST)
      લૉકડાઉનની અવધિ વધાર્યા બાદ કેન્દ્ર સરકાર કેટલાક મહત્વનાં નિર્ણયો લઇ શકે છે. મોદી કેબિનેટની બેઠક કાલે એટલે કે બુધવારે સાંજે 5.30 કલાકે થશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા જ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં કેટલાક સેક્ટરને છૂટ આપવાની સહમતિ બની શકે છે.

    13:32 (IST)
      દેશમાં કોરોનાનાં મામલા તીવ્રતાથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1200થી વધુ મામલા નોંધાયા છે જ્યારે 20થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. યુપીમાં છેલ્લા 24 કલાકમાં 110 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 12 કલાકની અંદર 121 નવા કેસ સામે આવ્યાં છે. હવે મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 2455 થઇ છે.

    12:41 (IST)
      લૉકડાઉનની અવધિ વધવાને કારણે ભારતીય રેલવેની તમામ સેવાઓ પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે.

    કોરોના વાયરસ સામે ભારતની જંગ જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, દેશમાં કોરોના વાયરસને કારણે 24 કલાકમાં સૌથી વધુ 51 લોકોનાં મોત થયા છે. જેના કારણે મૃતકોની કુલ સંખ્યા વધીને 324 થઇ છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને સોમવારે 9352 થઇ ગઇ છે. મંત્રાલયનાં જણાવ્યાં પ્રમાણે, સંક્રમણનાં મામલામાં 905 લોકોની વૃદ્ધિ થઇ છે.

    આજે 21 દિવસનાં લૉકડાઉનનો છેલ્લો દિવસ છે. આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરતા જણાવ્યું કે, લૉકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ ૨૫ માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણ 70 ટકા આર્થિક પ્રવૃત્તિઓ, રોકાણ, નિકાસ બંધ થઇ ગઇ છે.

    ટૉપ ન્યૂઝ